12 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

જેતપુર તાલુકા પંથકમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ

  • જેતપુર તાલુકા પંથકમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ
  • ખનીજચોરીની રજુઆત કરનાર જાગૃત વૃદ્ધ પર ખનીજ માફિયાઓએ કર્યો હુમલો
  • ઇજાગ્રસ્ત વૃદ્ધને  હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
  • પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

જેતપુર શહેરમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા બાદ હવે જેતપુર તાલુકા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે . ખનીજ ચોરી બાબતે વારંવાર સરકારી તંત્રોને રજૂઆત કરનાર કાગવડના એક વૃદ્ધ  ઉપર ખનીજ ચોરી કરતા પાંચ શખ્સોએ હુમલો કરતા તેમને  હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.એટલું જ નહિ હુમલાખોર ખનીજ માફિયાઓએ રજૂઆત કરનાર વૃદ્ધને રિવોલ્વર બતાવીને હવે પછી ક્યારેય રજૂઆત કરી છે તો મારી નાખીશું  તેવી ધમકી પણ  આપી હતી.  હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન લઇને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતા અને માલધારી તરીકે જીવન જીવતા હેમંતગર વજેગર મેઘનાથી  નામના વૃદ્ધે છેલ્લા ચાર વર્ષ થયા કાગવડ વિસ્તારમાં બેરોકટોક ખનીજ ચોરી બાબતે જેતપુર સહિત લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરતા આવે છે. છતાં ખનીજ માફિયાઓને સરકારી તંત્ર સાથે જાણે મીલીભગત હોય તેમ કોઈ પણ પ્રકારના પગલા ભરાતા નથી.આજે કાગવડમાં ગૌચરની જમીન ખોદી રહેલા ખનીજ ચોરો બાબતે વૃદ્ધએ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ટીડીઓએ તાત્કાલિક આ ખનિજ ચોરી અટકાવી દીધી હતી.પરંતુ આ વાતના આ વાતનો રાગદ્વેષ રાખીને કિશન સહિત પાંચ શખ્સો રજૂઆત કરનારના ઘરે પહોંચી જઈને  લાકડી તેમજ ઢીકાપાટુનો માર  મારી માલધારી વૃદ્ધને ઘાયલ કરી દીધા હતા.દરમિયાન મૂંઢ મારથી પીડાતા  ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં હોસ્પિટલ ખાતે દોડી ગયેલી પોલીસ સમક્ષ ઇજાગ્રસ્ત વૃદ્ધે નિવેદન આપ્યું હતું કે કાગવડની ધાર વિસ્તારમાં થતી ખનીજ ચોરી બાબતે તેમણે તાલુકા  વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ખનીજ ચોરોએ    લાજવાને બદલે ગાજીને  તેમના ઉપર હુમલો કર્યો હતો.

હરેશ ભાલીયા લાઈવ ગુજરાત ન્યુઝ જેતપુર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: