18 C
Ahmedabad
Saturday, November 27, 2021
spot_imgspot_img

Latest Posts

ભારતમાં લાખોની સંખ્યામાં બાળકો કુપોષિત

  • ભારતમાં 9.27 લાખ બાળકો બન્યા કુપોષણના શિકાર
  • મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આર.ટી.આઈમાં જાહેર કર્યા આંકડા
  • ઉત્તર પ્રદેશમાં3,98,359 બાળકો તેમજ બિહારમાં 2,79,427 બાળકો કુપોષિત

બાળકોને દેશના ભવિષ્ય માનવામાં આવે છે. પરંતુ ભારતનું ભવિષ્ય કુપોષણનો  શિકાર બન્યો છે. ત્યારે આર.ટી.આઈએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત હોવાનો ખુલાસો આર.ટી.આઇ.માં થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક આરટીઆઈમાં જણાવ્યું હતું કે નવેમ્બર-2020 સુધી દેશમાં કુલ 9,27,606 ગંભીર અને અતિ કૂપોષિત બાળકો નોંધાયા હતા. આંકડા મુજબ ઉત્તરપ્રદેશમાં 3,98,359 અને બિહારમાં 2.79,427 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને આદેશ કર્યો હતો કે તેઓ કુપોષિત બાળકોની ઓળખ કરે. આ પ્રક્રિયા બાદ રાજ્યો પાસેથી ૯,૨૯,૬૦૬ બાળકોની માહિતી મળી છે. એવી ચિંતા પણ વ્યકત કરવામાં આવી રહી છે કે કોવિડ રોગચાળાના કારણે ગરીબી રેખાની નીચે આવતા લોકો વચ્ચે સ્વાસ્થ્ય અને પોષણનું સંકટ વધી શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: