12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મેવાણીએ સરકાર પર આકરા કર્યા પ્રહારો

  • જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર કર્યા આક્ષેપ
  • ઓક્સિજન તેમજ બેડની અછત મુદ્દે સરકાર પર કર્યા આક્ષેપો
  • બનાસકાંઠામાં ‘વી ધ પીપલ’ ટ્રસ્ટનું એકાઉન્ટ ફ્રીઝ
  • સરકારના ઇશારે એનજીઓનું એકાઉન્ટ કરી દેવામાં આવ્યું ફ્રીઝ
  • ગાંધીનગરથી દબાણ થયાનો જીગ્નેશ મેવાણીએ લગાવ્યો આક્ષેપ
  • રાજકીય કિન્નાખોરી રાખીને વડગામના લોકોને હેરાન પરેશાન કરે છે સરકાર

દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ યથવાત છે.ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ ગંભીર જોવા મળી રહ્યી છે.આ પરિસ્થિતિ દરમિયાન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવણીએ ઓક્સિજન તેમજ બેડની અછત મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કાર્ય છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે મેં મારી તમામ ગ્રાન્ટ કોવિડ માટે વાપરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ જરૂરી સુવિધા માટે ફાળો એકત્ર કરવા એનજીઓ પણ બનાવ્યું હતું. પરંતુ સરકારના ઇશારે એનજીઓનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ મેવાણીએ કર્યો હતો.

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા ફંડ માટે અપીલ કરી હતી. અને MLA મેવાણી ખુદ પણ લોકો પાસે જઈને ફંડ એકત્ર કર્યું હતું. લોકો પાસેથી જે ફંડ મળ્યું તેના આધારે આગામી બેથી 3 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવનારી કંપનીને ઓર્ડર આપવાના હતા. ફંડમાંથી 68થી 70 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ઓક્સિજનનો પ્લાન્ટ બનાવવાના હતા. પરંતુ ટ્રસ્ટના જે એકાઉન્ટમાં રૂપિયા પડ્યા હતા તેને ફ્રીઝ કરી દેવાયું છે. જેને લઈ હવે જીગ્નેશ મેવાણી આક્ષેપ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ પણ રોકી દેવામાં આવ્યો છે. મેવાણીએ આક્ષેપ કર્યો કે રાજકીય કિન્નાખોરી રાખીને વડગામના લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. બનાસકાંઠામાં ‘વી ધ પીપલ’ ટ્રસ્ટનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી દેવાયું છે. બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાથી ઓક્સિજન પ્લાન્ટ બંધ થયો હોવાનો જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે. ગાંધીનગરથી દબાણના કારણે પગલું ભરાયું હોવાની વાત પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કરી છે. મેવાણીએ કટાક્ષ કરતા કહ્યું કે, CMને અપીલ છે કે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આવજો પણ પ્લાન્ટ બનવા દો. મને મદદ કરનારા લોકોને શા માટે ટાર્ગેટ કરી રહ્યા છો.

કેમેરામેન સચિન પઢીયાર સાથે અંજલી પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: