- અંકલેશ્વર જીઆઇડીસીમાં આપે યોજ્યો સદસ્યતા અભિયાન કાર્યક્રમ
- સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કેજરીવાલે અભિયાનની કરી હતી શરૂઆત
- ૫૦ લાખ કાર્યકરો જોડવાની મુહિમ સાથે યોજાયો કાર્યકમ
- આમ આદમી પાર્ટીના કાર્યકરો કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા સહીત ગુજરાત ભરમાં દિલ્હી બાદ આમ આદમી પાર્ટી સક્રિય થઇ છે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં આપ પાર્ટીએ અનેક જગ્યાઓ પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જેમાં સુરતમાં આમ આદમી પાર્ટીને સારો પ્રતિસાદ મળ્યો હતો. આપને વિરોધ પક્ષમાં મહાનગરપાલિકામાં પ્રજાની સેવા કરવાની તક મળી છે. જે બાદ આપ પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતની આવનારી તમામ ચૂંટણીઓમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ વિધાનસભાની તૈયારીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરુ કર્યું છે. 50 દિવસ ચાલનારા આ અભિયાનમાં 50 લાખ લોકોને જોડવાની તૈયારી બતાવી છે. જેના અનુસંધાને અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજયો હતો. જેમાં જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારના અનેક લોકો આપમાં જોડાયા હતા.
- કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર