22 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

રાષ્ટ્રીય કિસાન સંગઠનના સભ્યોએ લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું

  • લાખણી વીજ લાઈનમાં ફોલ્ટ થતાં સામે આવી વિધુત બોર્ડની બેદરકારી
  • આગના તણખાથી બે એકરમાં વાવેલા ઘઉંના પાકમાં ભભૂકી ઉઠી આગ
  • ખેડૂતોના નુકસાનની  ભરપાઈ વીજ કંપની પાસેથી કરાવવાની ઉઠી માંગ
  • રાષ્ટ્રીય કિસાન સંગઠનના સભ્યોએ લાખણી મામલતદારને આપ્યું આવેદનપત્ર

લાખણી તાલુકાના કૂવાણા ગામે રાજપુત કરસનભાઈ વાઘાભાઈના ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં ફોલ્ટ થતા આગના તણખાથી ખેતરમાં વાવેલા ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠી હતી. તથા વિધુત બોર્ડની બેદરકારીના લીધે ખેડૂતનો બે એકર જમીનમાં રહેલો ઘઉંનો પાક બળી ગયો હતો.જે ખેડૂતના ખેતર માંથી  પસાર થઈ રહેલ  વિજલાઈન  લીમડાના ઝાડ માથી પસાર થતી હોવાથી ઘણીવાર શોર્ટ સર્કિટ થતી હોવાના બનાવો બન્યા હોવાથી વિજ કચેરી ઓફિસ સબ ડિવિઝન દિયોદર ને ખેડૂત દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરાઇ હતી પરંતુ વીજકંપની દ્વારા લાઈન હટાવવામાં ના આવતા વીજ લાઈન માં શોર્ટ સર્કિટ થવાથી ખેતરમાં ઉભેલા ઘઉંનો પાક અને મીની ફુવારા બળીને ખાખ થતાં ખેડૂતની હાલત ફકોડી બની ગઈ છે જે બાબતે  સરકાર શ્રી દ્વારા ખેડૂતોને નુકસાની ભરપાઈ વીજ કંપની પાસેથી કરાવે અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ અન્ય સહાય આપવામાં આવે એવી માંગ સાથે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા લાખણી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.

દિનેશ કાપડી સાથે રાજ ગજજર લાઈવ ગુજરાત ન્યૂઝ લાખણી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: