23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

શહેરમાં ઘણા વર્ષો બાદ પોલીસ દ્વારા હાથ ધરાયું મેગા કોમ્બિંગ

  • શહેરમાં ઘણા વર્ષો બાદ પોલીસ દ્વારા હાથ ધરાયું મેગા કોમ્બિંગ
  • છેલ્લા ઘણા સમયથી શહેરકોટડા વિસ્તારમાં વધ્યો છે ગુનેગારોનો આતંક
  • ગુનેગારો બેફામ બનતા પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ હાથ ધરાયું ચેકિંગ
  • છેલ્લા ૨ મહિનામાં પોલીસ પર હુમલાની અનેક ઘટના આવી પ્રકાશમાં
  • પીએસઆઇ પર જીવલેણ હુમલા બાદ શહેરકોટડા પોલીસે હાથ ધર્યું મેગા કોમ્બિંગ
  • અંદાજે 60 જેટલા આરોપીઓની ધરપકડ સાથે પોલીસે મોટી માત્રામાં હથિયારો કર્યા કબજે

અમદાવાદમાં પોલીસ પર હુમલાના સતત વધી રહેલા બનાવો વચ્ચે અમદાવાદની શહેર કોટડા પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ગત મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક આરોપીઓને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

શહેરમાં પોલીસ કર્મીઓ પર વધતા જતા હુમલાથી જાગેલા પોલીસ તંત્રએ ગત મોડી રાતે સંવેદનશીલ શહેરકોટડા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારોમાં ઘણા વર્ષો બાદ મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. શહેરકોટડા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ પર ગુનેગારો ભારે પડતા હોવાના બનાવ બની રહ્યા હતા. આ વિસ્તારમાં પીએસઆઇ પર જીવલેણ હુમલો, પથ્થરમારો જેવા બનાવો બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આખા સરસપુરમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં પોલીસે 60 જેટલા આરોપીઓની ધરપકડ કરી મોટી માત્રામાં હથિયાર કબજે કર્યા છે. ઉલ્લેખનીય છે કે સરસપુર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ પર અવારનવાર કોઈ ગુનેગાર દ્વારા હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવતી રહી છે. તેમજ આ બનાવથી સ્થાનિક પોલીસનો કન્ટ્રોલ ઓછો થઈ ગયો હતો. જેને કારણે પોલીસનું મોરલ નીચું જઇ રહ્યું હોવાની જાણ થતાં ઝોન-3 ડીસીપી મકરંદ ચૌહાણ એક્શન મોડમાં આવી ગયા હતા. જેને લઈને અમદાવાદના શહેર કોટડા પોલીસ દ્વારા વિસ્તારમાં ગત મોડી રાત્રે  મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા કોમ્બિંગમાં  2 ACP, 2 PI , 25 PSI, 275 જેટલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ મળીને બુધવારે રાતે 10 વાગ્યાથી મોડી રાત્રીના 2 વાગ્યા સુધી અલગ-અલગ ચાલીઓ અને શંકાસ્પદ વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસે 60 ગુના દાખલ કર્યા છે. તેમજ 60 જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કોમ્બિંગ દરમિયાન પોલીસને મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. જે તમામ બાબતે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

કેમેરામેન સચિન પઢીયાર સાથે ધ્વની પંચાલ લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: