12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ગિર સોમનાથમાં કલેકટરે બોલાવી બેઠક

  • ગિર સોમનાથમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • સંક્રમણ વધતા ૮ ખાનગી હોસ્પિટલને અપાઈ કોવિડ હોસ્પિટલની માન્યતા
  • જિલ્લા કલેકટરે કરી વેક્સિન તેમજ ટેસ્ટીંગ વધારવાની અપીલ

રાજ્યમાં દિનપ્રતિદિન કોરોના કેસો વધી રહ્યા છે. અનેક લોકો કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના કેસો વધતા હોસ્પિટલની અછત વર્તાઈ રહી છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેકટર અજય પ્રકાશે ૮ ખાનગી હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા આપી દીધી છે. જિલ્લામાં હાલ ૨૦૯ પોઝીટીવ કેસ એકટીવ છે. જેમાંથી ૧૭૦ દર્દીને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે ૩૯ દર્દીઓ હોમ આઇસોલેશન છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આદિત્ય બિરલા હોસ્પિટલમાં ૨૫ બેડ, શ્રીજી હોસ્પિટલમાં -૧૫ બેડ, લાઇફલાઇન હોસ્પિટલમાં -૨૨ બેડ, નવજીવન હોસ્પિટલમાં -૨૩ બેડ સહીત અનેક હોસ્પિટલો કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આગામી દીવસોમાં તાલાળા ખાતે કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. હોસ્પિટલમાં ઓકસીજનનો જથ્થો બહારના જિલ્લામાંથી મેળવી જરૂરીયાત મુજબ પુરો પાડવામા આવે છે. જિલ્લામાં દરરોજ બે હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જયારે જિલ્લામાં ૧.૧૪ લાખથી વધુ લોકોનું  રસીકરણ કરવામાં આવ્યું છે. અને વધુમાં વધુ લોકો રસીકરણમાં જોડાય તેવી કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

ભરતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યુઝ ગિર સોમનાથ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: