25 C
Ahmedabad
Friday, November 26, 2021
spot_imgspot_img

Latest Posts

હેડગેવાર અને પંડિત દીનદયાળના જીવનને ભણશે એમબીબીએસના વિદ્યાર્થીઓ

  • હવે એમબીબીએસમાં ભણાવવામાં આવશે હિંદુત્વના પાઠ
  • હેડગેવાર અને પંડિત દીનદયાળના જીવનને ભણશે એમબીબીએસના વિદ્યાર્થીઓ
  • વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે ભરવામાં આવ્યું આ પગલું
  • આઝાદી બાદ ફક્ત નેહરૂને જ તો ભણાવાઈ રહ્યા છે : મધ્યપ્રદેશ શિક્ષણમંત્રી

મધ્યપ્રદેશના મેડીકલ છાત્રો હવે આરએસએસ સંસ્થાપક ડૉ. કેશવ હેડગેવાર, જનસંઘના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય, આયુર્વેદ વિષારદ મહર્ષિ ચરક, સર્જરીના પિતામહ આચાર્ય સુશ્રુત અને ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન દર્શન વિશે ભણશે.  સરકારના કહેવા અનુસાર વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે દેશના વિચારકોના સિદ્ધાંત તથા વેલ્યુ બેઝ્ડ મેડિકલ એજ્યુકેશનને પણ સામેલ કરવામાં આવી રહ્યું છે.

મધ્ય પ્રદેશના શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગ એ રવિવારે એવું કહ્યું કે પ્રદેશમાં એમબીબીએસ વિદ્યાર્થીઓને પહેલા વર્ષના આધારિત અભ્યાસક્રમ હેઠળ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સંસ્થાપક કેબી હેડગેવાર, ભારતીય જનસંઘના નેતા દીનદયાળ ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ અને બીઆર આંબેડકર ના સિદ્ધાંતો અને તેમણા જીવન અંગે ભણાવવામાં આવશે. સારંગે અંગે એવું કહ્યું કે ‘આ પહેલાનો ઉદ્દેશ્ય MBBS ના વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યો શિખવાડવાનો છે. હેડગેવાર, ઉપાધ્યાય, સ્વામી વિવેકાનંદ સંઘના હિંદુત્વ પંથનો જ ભાગ છે, જે સત્તારૂઢ બીજેપીના વૈચારિક અને રાજકીય પરામર્શદાતાના રૂપમાં જ ગણવામાં આવે છે. એમબીબીએસ પહેલા વર્ષના વિદ્યાર્થી આયુર્વેદના જનક મહર્ષિ ચરક તથા  શલ્ય ચિકિત્સાના જનકના રૂપમાં પ્રખ્યાત ભારતના મહાન ચિકિત્સાશાસ્ત્રી ઋષિ સુશ્રુત વિશે પણ ભણશે. મધ્ય પ્રદેશના ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે આ અંગે એવું જણાવ્યું કે, તેમણે વિભાગને નોટશીટ મોકલી હતી અને ત્યાર પછી કોર્સમાં આ બધા જ વિચારકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. હવે તે બધા મેડિકલ એથિક્સ લેક્ચરનો જ ભાગ હશે. શિક્ષણ મંત્રીએ એવું કહ્યું કે, ‘મને એવું લાગે છે કે, જે ડૉક્ટર્સે આગળ એમબીબીએસ ભણ્યા પછી ડૉક્ટર બનવું છે તથા સમાજની સેવા કરવી છે તેમને આપણા મહાપુરૂષો વિશે ભણાવવામાં આવે તે આવશ્યક છે.’ પંડિત નેહરૂ તથા ગાંધીના નામ લેક્ચરમાં શા માટે ન જોડવામાં આવ્યા? આ સવાલના જવાબમાં મંત્રીએ એવું જણાવ્યું કે, ‘આઝાદી પછી માત્ર નેહરૂને જ તો ભણાવાઈ રહ્યા છે, માટે જ હેડગેવાર અને દીનદયાળ ઉપાધ્યાયના જીવન વિશે ભણાવવાની જવાબદારી પણ અમે ઉઠાવી છે.’  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: