- 26 મે એ વર્ષનું થશે પ્રથમ ચંદ્રગ્રહણ
- પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર જોવા મળશે ચંદ્રગ્રહણની અસર
- ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં જોવા મળશે ગ્રહણ
- બપોરના સમયગાળામાં શરુ થશે ચંદ્રગ્રહણ
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મેએ બુધવાર બપોરે 3.14 મિનિટે યોજાશે જ્યારે ગ્રહણનો મધ્યકાળ સાંજે 4.48 વાગે થશે અને સાંજે 6.22 કલાકે ગ્રહણ સમાપ્ત થશે. વર્ષનું પહેલું આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિમાં અને અનુરાધા નક્ષત્રમાં થશે. તેથી વૃશ્ચિક રાશિ ધરાવતા મૂળ જાતકોઓએ અને વૃષભ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન કેટલીક સાવચેતી રાખવી પડશે. અન્ય રાશિઓને ગ્રહણની કોઈ અશુભ અસર થવાની શક્યતા નથી.વધુ માહિતી મુજબ આ ચંદ્રગ્રહણ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને યુએસમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જેવું દેખાશે . આ સાથે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં એક ઉપછાયા ગ્રહણની જેમ જોવા મળશે. વધુમાં આ ગ્રહણ જળ તત્વની વૃશ્ચિક રાશિમાં થનાર હોવાથી જ્યાં તે સંપૂર્ણ દેખાવાનું છે ત્યાં સમુદ્રી તોફાન, અતિ વર્ષા, પૂર, વરસાદી તોફાન જેવી ઘટના બની શકે છે.