- માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ કોરોનાની ઝપેટમાં
- સોશિયલ મીડિયાના માધ્યમથી આપી માહિતી
- ઘરમાં જ ક્વોરન્ટાઇન થયા સચિ તેંડુલકર


દેશમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી.જેમાં તેણે જણાવ્યું હતું કે, માઈલ્ડ લક્ષણો સાથે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે IPL દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના દિપક ચહર, ઋતુરાજ ગાયકવાડ અને કિંગ્સ ઇલેવન પંજાબના કરુણ નાયરનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તે ઉપરાંત રાજસ્થાન રોયલ્સના ફિલ્ડિંગ કોચ દિશાન્ત યાજ્ઞિક પણ સંક્રમિત થયા હતા. તદુપરાંત પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, હેરિસ રોફ અને હૈદર અલી પણ કોરોના પોઝિટિવ થયા હતા. જ્યારે બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને નઝમુલ ઇસ્લામ પણ સંક્રમિત થયા હતા.