8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

વડાપ્રધાન મોદીની બેઠક પર મમતા દીદી ભડક્યાં

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 રાજ્યોના જીલ્લા મેજીસ્ટ્રેટ સાથે યોજી બેઠક
  • વડાપ્રધાન મોદીની બેઠક પર મમતા દીદી ભડક્યાં
  • મોદીની બેઠકમાં સીએમને બોલવાની અનુમતિ ન આપતા દીદી થયા ગુસ્સે
  • બેઠકમાં સીએમ કઠપૂતળી બનીને રહી ગયા : દીદી
  • અમે ૩ કરોડ વેકસીનની માંગ કરવાના હતા :દીદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે 10 રાજ્યના 54 જિલ્લાના કલેક્ટરની સાથે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થયાં હતાં. મોદીની બેઠક પછી મમતા બેનર્જીએ પ્રેસ-કોન્ફરન્સ કરીને નારાજગી પ્રગટ કરી હતી.પીએમની મીટિંગ બાદ મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે મીટિંગમાં બધા મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈને કંઈ બોલવાની તક જ આપવામાં આવી ન હતી. ભાજપ શાસિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલવાની છૂટ મળી હતી. અમને બોલવાની તક પણ આપવામાં આવી નહોતી. આ ચર્ચા દરમિયાન અમને અપમાનિત થવાની લાગણી થઈ છે.પીએમ નરેન્દ્ર મોદી 10 રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ ( જિલ્લા કલેકટર) સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મમતા બેનર્જી સાથે અન્ય કેટલાક રાજ્યોમાં મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આજની બેઠકમાં મુખ્યમંત્રીઓને આમંત્રણ આપ્યા પછી પણ વડાપ્રધાને ના તો મારી સાથે વાત કરી કે ના મને બોલવા દીધી. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને બોલવાની મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટૂંકું ભાષણ પણ આપ્યું હતું અને બેઠક પૂરી થઈ હતી. આ એક પ્રકારની કેઝ્યુઅલ મીટિંગ હોય તેવુ કર્યુ.મમતા દીદીએ કહ્યું કે અમારું અપમાન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ઓક્સિજન અથવા રેમડેસિવીર ઈન્જેકશનીની સમસ્યા વિશે કંઇ જ પૂછ્યું નહીં. વડા પ્રધાને અમને મ્યુકરમાઈકોસીસ વિશે પણ કંઇ પૂછ્યું ન હતું. મમતા દીદીએ વધુમાં કહ્યું કે અમે બેઠકમાં બંગાળમાં રસીની અછતનો મુદ્દો ઉઠાવવા માગતા હતા અને વધુ રસી સપ્લાય કરવાની માંગ કરી હતી. પરંતુ અમને બોલવાની છૂટ જ નહોતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: