23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ઉત્તરાખંડમાં સર્જાયો મોટો અકસ્માત

  • ઉત્તરાખંડમાં સર્જાયો મોટો અકસ્માત
  • ઉત્તરાખંડના પિથૌરાગઢમાં લેન્ડસ્લાઇડ પડવાને કારણે 2 લોકોનાં થયાં મોત
  • 2 લોકોના મોત સાથે 5 લોકો દબાયા કાટમાળમાં  
  • રાજ્યમાં રાષ્ટ્રીય હાઈવે સહિત 107 રસ્તા અને પુલ કરાયા બંધ
  • મુખ્યમંત્રી દ્વારા જિલ્લા અધિકારીને રેસ્ક્યૂ-ઓપરેશન ઝડપી કરવાના કરાયા આદેશ

ઉત્તરાખંડના કુદરતી આફતોની ભરમાળ ચાલુ જ છે ત્યારે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં લેન્ડસ્લાઇડ પડવાને કારણે 2 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5 કાટમાળમાં દબાયા છે. ઘટના પિથૌરાગઢના જુમ્મા ગામની પાસેની છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે જિલ્લા અધિકારીને રેસ્ક્યૂ-ઓપરેશન ઝડપી કરવાના આદેશ આપ્યા છે.

ઉત્તરાખંડમાં મોટો અકસ્માત સર્જાયો છે. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં લેન્ડસ્લાઇડ પડવાને કારણે 2 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5 કાટમાળમાં દબાયા છે. ઘટના પિથૌરાગઢના જુમ્મા ગામની પાસેની છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે જિલ્લા અધિકારીને રેસ્ક્યૂ-ઓપરેશન ઝડપી કરવાના આદેશ આપ્યા છે.  વધુમાં મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું  કે હું અહીં ફસાયેલા લોકોની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. પિથૌરાગઢમાં મુશળધાર વરસાદની સાથે વાદળ ફાટવા, લેન્ડસ્લાઈડ પડવાને કારણે સ્થિતિ બગડી છે. બે દિવસ પહેલાં પણ અહીં વાદળ ફાટ્યું હતું, જેને કારણે પૂર આવ્યું છે. બીજી તરફ એનડીઆરએફને પણ આ ક્ષેત્રમાં મોકલવામાં આવી છે. આ દરમિયાન ટીમે ગામમાંથી બે મૃતદેહને બહાર કાઢ્યા છે. ડીએમએ અધિકારીઓની સાથે બેઠક કરીને ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરવાની સાથે જ ક્ષેત્રમાં રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યા છે.તેમજ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને જિલ્લા પ્રશાસનને રેસ્ક્યૂ-ઓપરેશનને ઝડપી કરવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગત રવિવારે ગઢવાલ ક્ષેત્રના પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ધામીએ આજે સવારે હેલિકોપ્ટરથી ગઢવાલ મંડલના દેવપ્રયાગ, તોતઘાટી, તીનધારા, કૌડિયાલા, ઋષિકેશ, રાનીપોખરી, નરેન્દ્રનગર, ફાકોટ અને ચંબાના પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રાષ્ટ્રીય હાઈવ સહિત 107 રસ્તા અને પુલ ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખ્લનને કારણે બંધ છે, જેને ખોલવાનો પ્રયત્ન ચાલુ છે. વિભાગના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર નગરમાં ગામ ભિન્નુની પાસે ઋષિકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય હાઈવે પર મોટી તિરાડને પગલે વાહનોની અવરજવર બંધ છે. ઋષિકેશ-બદરીનાથ નેશનલ હાઈવે પર તોતાઘાટી અને પગલનાલા સહિતની અડધો ડઝન જગ્યાઓ ભૂસ્ખ્લનને કારણે કાટમાળ અને પથ્થર પડવાથી ક્ષતિગ્રસ્ત થઈ છે. જ્યારે હરબર્ટપુર-બટકોટ રાષ્ટ્રીય હાઈવે જુડોની પાસે ભૂસ્ખ્લનને કારણે બંધ છે. દેહરાદૂન-ઋષિકેશ માર્ગ પર શુક્રવારે તૂટેલા રાનીપોખરી પુલ પર વાહનવ્યવહાર હજી સુધી ચાલુ થઈ શક્યો નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: