24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

આવતી કાલે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા

  • આવતી કાલે નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા
  • જળયાત્રાને અપાઈ રહ્યો છે આખરી ઓપ 
  • મર્યાદિત ભક્તોની હાજરીમાં નીકળશે જળયાત્રા
  • નીતિન પટેલ તેમજ પ્રદીપ સિંહ જાડેજા રહેશે ઉપસ્થિત
  • રથયાત્રાને લઇ ભક્તોમાં જાગી આશ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા આવતી કાલે નીકળવાની છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ધામધૂમથી નીકળતી જળયાત્રા આ વર્ષે માત્ર ૫૦ શ્રદ્ધાળુઓની હાજરીમાં નીકળવાની છે . કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી ૧૦૮ કળશ સાથે નીકળતી જળયાત્રા આ વર્ષે માત્ર ૫ કળશની સાથે નીકળશે. આ વર્ષે જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્ય મંત્રી ઉપસ્થિત રહેશે. કાલે નીકળવાની જળયાત્રાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

રથયાત્રા આ વર્ષે નીકળશે કે નહિ તે બધા અસમંજસોની વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રા આવતી કાલે નીકળવાની છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્રના રથને જળાભિષેક કરવાની વિધિ માટે સાબરમતી નદીમાંથી પાણી લાવવાની પરંપરા છે. આંટી કાલે નીકળવાની જળયાત્રાની તૈયારોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પરંપરા જળવાઈ રહે તે માટે માત્ર ૫ કળાશ સાથે જ જળયાત્રા નીકાળવામાં આવશે . દર વર્ષે પરંપરા મુજબ ૧૦૮ કળશ સાથે જળયાત્રા નીકળવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી મર્યાદિત ભક્તોની હાજરીમાં જળયાત્રા નીકળવામાં આવશે. દર વર્ષે વાગતે ગાજતે અનેક ભકતોની હાજરીમાં જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે જલયાત્રામાં આ વર્ષે મંદિરના સેવકો, ગાદીપતિ, મહંત તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જળયાત્રા નીકળવામાં આવશે. જળયાત્રા નીકળવાની પરવાનગી મળતા સરકાર રથ યાત્રાને પરવાનગી આપશે તેવું ભક્તોને લાગી રહ્યું છે. આ વર્ષે નગરનો નાથ નગર ચર્યાએ નીકળશે તેવી આશા ભક્તોના મનમાં જાગી છે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: