24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન..!

  • શું ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન…?
  • લોકડાઉન અંગે કેન્દ્ર લઇ શકે છે નિર્ણય
  • ભાજપના નેતાઓને ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવા અપાઈ સૂચના
  • સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રની કોવિડ ટાસ્ક ફોર્સની લોકડાઉન કરવાની ભલામણ
  • રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ સહિતના નિયંત્રણ મુક્યા છતાં કેસમાં નજીવો ઘટાડો

હાલ સમગ્ર દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે. બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર આજે નિર્ણય લઈ શકે છે. ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શનની અછત જેવી મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ સહિતના નિયંત્રણ મુક્યા હોવા છતાં પણ કેસમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે,પણ મોતના આંકડા તો દરરોજ 150થી વધુ આવી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ બેડની પરિસ્થિતિ ગંભીર બની રહી છે, આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રની કોવિડ ટાસ્ક ફોર્સે પણ લોકડાઉન કરવાની સરકારને ભલામણો કરી છે, ત્યારે હવે ગુજરાતમાં દિનપ્રતિદિન બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને એકમાત્ર વિકલ્પ લોકડાઉન કરીને ઝડપથી કોરોનાની ચેન તોડી ગુજરાતમાં કોરોનાને કાબુમાં લાવવો પડશે. લોકડાઉન ના હોવાથી જનતા બેફામ બની શહેરમાં તો ઠીક ગામડા સુધી પહોંચવા લાગી છે અને ગુજરાતમાં સુપર સ્પ્રેડર વધી રહ્યા છે. ગુજરાતમાં લોકડાઉનની શક્યતા માટે એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે,

ગુજરાતમાં ભાજપના નેતાઓને દરેક વિસ્તારમાં ભોજનની વ્યવસ્થા કરવાથી લઈને ગરીબોને મદદ કરવા માટેની સૂચના આપવામાં આવી છે, જેથી લોકડાઉન આવે તો પણ ગરીબોને અનાજ અને જમવાની વ્યવસ્થા થઈ શકે. જ્યારે અદાલતોથી લઈને ગુજરાતના વેપારીઓ, ડોક્ટરો અને સામાન્ય જનતા પણ લોકડાઉનની માંગ કરી રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં કોરોનાની ચેન ઝડપથી તોડવા અને ઉભી થયેલી મેડિકલ ઇમરજન્સી દૂર કરવા 5મે થી એક અઠવાડિયા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લાદી શકે છે. તેના માટેની ગંભીર વિચારણા પણ ચાલતી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: