12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

સંતરામપુરમાં વહીવટી તંત્રના આદેશથી કરાયું લોકડાઉન

  • સંતરામપુરમાં ૭ મે સુધી જાહેર કરાયું લોકડાઉન
  • વહીવટી તંત્રના આદેશને વેપારીઓએ આપ્યું સમર્થન
  • વધતા સંક્રમણને કારણે જાહેર કરાયું લોકડાઉન
  • જીવન જરૂરિયાત ચીજ વસ્તુ સિવાયની તમામ દુકાનો રખાશે બંધ

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના સંક્રમણ વધતા સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સંતરામપુરમાં પણ કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. સંતરામપુર નગર સહિત તાલુકામાં કોરોના મહામારી વધુ ફેલાઇ રહી છે. જેને લઇ પ્રાંત અધિકારી,મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, ધારાસભ્યની આગેવાનીમાં અને વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ૭ મે સુધી આવશ્ક ચીજ વસ્તુઓની દુકાન સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. નિર્ણય મુજબ સંતરામપુરમાં દવાની દુકાનો, દવાખાના, શાકભાજી, અનાજ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો સવારે ૮-૦૦ વાગ્યા થી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી ખુલ્લી રખાશે તે સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. તે ઉપરાંત મરણ અને લગ્ન પ્રસંગોમાં કોરોના ગાઈડલાઇન નો સંપૂર્ણપણે અમલ કરવાનો રહેશે તેવું જણાવામાં આવ્યું હતું.

અમીન કોઠારી લાઈવ ગુજરાત ન્યુઝ સંતરામપુર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: