17 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

ઉત્તરાખંડમાં 25 મે સુધી લોકડાઉન લંબાવાયુ

  • ઉત્તરાખંડમાં 25 મે સુધી લંબાવાયુ લોકડાઉન
  • અગાઉ  17 મે સુધી  જાહેર કરવામાં આવ્યું હતું લોકડાઉન
  • અઠવાડિયાના બે જ દિવસે નિયત સમયે ખોલવામાં આવશે રાશનની દુકાન
  • રાજ્યની અંદર જ એક જીલ્લાથી બીજા જીલ્લામાં જવા ઉપર લદાયો પ્રતિબંધ

આખા દેશમાં કોરોનાના કેસો પ્રતિદિન ઘટાડો થતો  જોવા મળી  રહ્યો  છે . ત્યારે  કેટલાક   રાજ્યોમાં લોકડાઉન લગાવામાં આવી રહયું છે તો ક્યાંક લોકડાઉનની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે ત્યારે ઉત્તરાખંડમાં  તીરથસિંહ રાવતની સરકાર દ્વારા  રાજ્યમાં પ્રતિબંધ એક અઠવાડિયા માટે વધાર્યું છે . એટલે ઉત્તરાખંડમાં લોકડાઉન 25 મે સુધી ચાલુ રહેશે. વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે એક અઠવાડિયા માટે લોકડાઉન વધાર્યું છે. આ પહેલા ઉતરાખંડમાં 17 મે સુધી લોકડાઉન હતું. પરંતુ સરકારે હવે તેમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે આંતરરાજ્ય ચળવળ પર તો સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ રાજ્યની અંદર જ એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા પર પ્રતિબંધ મુક્યો છે. મળતી માહિતી મુજબ, તાળાબંધીમાં અઠવાડિયાના માત્ર 2 દિવસ એક નિયત સમય માટે રાશનની દુકાનો ખોલવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: