27 C
Ahmedabad
Thursday, November 25, 2021
spot_imgspot_img

Latest Posts

અમદાવાદના મેમ્કોમાં રેલવે અને AMC વચ્ચે સંકલનના અભાવે સ્થાનિકોનો મરો

  • અમદાવાદના મેમ્કોમાં રેલ્વે અને AMC વચ્ચે સંકલનના અભાવે સ્થાનિકોનો મરો
  • રેલ્વે અને AMCએ કચરો ન હટાવતા ગંદકીથી ઘરે ઘરે માંદગી
  • સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી 
  • અધિકારીઓ એકબીજા પર દોષ ઢોળીને કરી રહ્યા છે હાથ અધ્ધર

શહેરના મેમ્કો વિસ્તારમાં શકિતનગર પાસે અસહ્ય દુર્ગંધ મારતા કચરા અને ગંદકીને લઈને સ્થાનિક શકિતનગરના નાગરિકો ત્રસ્ત બન્યા છે.જ્યારે આ જ શકિતનગર પાસે રેલવેના પાટા અને દીવાલ આવેલી છે. AMC અને રેલવેની બંને હદ અહીંથી પસાર થતી હોવાથી કચરો હટાવવા બંને વિભાગની વચ્ચે સંકલનના અભાવે સ્થાનિકોની ગંભીર સમસ્યાઓનો કોઈ નિકાલ નથી આવતો.

અમદાવાદ મહાનગર પાલિકાની ઉત્તર ઝોન કચેરીથી માંડ ૫૦૦ મીટરના અંતરે આવેલા મેમ્કોમાં સ્થાનિકો દુર્ગંધ મારતા કચરાથી પરેશાન છે. સ્થાનિકો દ્વારા આ મામલે  અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ રેલ્વે અને AMC બંને વિભાગના અધિકારીઓએ એકબીજા પર દોષ ઢોળી હાથ ખંખેરી રહ્યા છે. જેનો ભોગ સ્થાનિક નાગરિકોને બનવું પડી રહ્યુ છે. તેમના વિસ્તારમાં ઘેર ઘેર માંદગીના પ્રસરી રહી છે. લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે તે ઉપરાંત ખાનગી અને સરકારી દવાખાનાઓમાં સંખ્યાબંધ નાગરિકો સારવાર માટે દાખલ છે. દરમિયાન પૂર્વ કાઉન્સિલરના પતિ અને એ જ વિસ્તારમાં દવાખાનું ધરાવતાં ડોક્ટર અરવિંદ સોનવણેએ કહ્યું છે કે રેલ્વે અને એએમસીના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવનો ભોગ સ્થાનિક નાગરીકો બની રહ્યા છે અને અહિયાં મોટા ભાગે શ્રમિક પરિવારો જ વસતા હોવાથી બીમારી એમના માટે એક આર્થિક ફટકા સમાન છે. તેમણે કહ્યું હતું કે સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર તેમની સામે નજર સુદ્ધા કરતું નથી. સ્થાનિકોને આશંકા છે કે, જો આ કચરા અને ગંદકીનો જલ્દી નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળામાં આખો વિસ્તાર સપડાઈ જશે અને નાગરિકો હાલાકીમાં મુકાશે તેવી સ્થતિ ઉભી થશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: