24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ફરી એકવાર “લાઈવ ગુજરાત ન્યુઝ” અગ્રેસર

  • લાઈવ ગુજરાત ન્યુઝના અહેવાલનો પડ્યો પડઘો
  • જસદણની સરકારી હોસ્પિટલ ખાતે શુક્રવારથી ફરીથી ખોલાયું કોવિડ સેન્ટર
  • કોરોનાના 11 દર્દીઓને તંત્રએ રાખ્યા હતા ખોરાક-પાણીથી વંચિત
  • લાઈવ ગુજરાત ન્યુઝે આ સમાચાર પ્રસિદ્ધ કરતા વહીવટી તંત્ર જાગ્યું
  • અહેવાલની અસરને પગલે કોવીડ દર્દીઓ માટે તાત્કાલિક ખોરાક પાણીની કરાઈ વ્યવસ્થા
  • નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખે લાઈવ ગુજરાત ન્યુઝ ચેનલને કરી હતી આ અંગે જાણ
  • નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખે લાઈવ ગુજરાત ન્યુઝ ચેનલનો આભાર પણ વ્યક્ત કર્યો

જસદણમાં વહીવટીતંત્રએ કોવિડ સેન્ટરમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક જમવાની તેમજ નાસ્તા-પાણીની વ્યવસ્થા કરી આપી.લાઈવ ગુજરાત ન્યુઝ ચેનલ માં સોમવાર ના આ ન્યૂઝ પ્રસિદ્ધ કરાતાની સાથે જ વહીવટીતંત્રની વહેલી સવારે ઊંઘ ઉડી ગઈ હતી.કોરોનાગ્રસ્ત દર્દીઓને ચા-પાણી, નાસ્તો અને જમવાની પુરતી સુવિધા મળતા જસદણ નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખે લાઈવ ગુજરાત ન્યુઝ ચેનલની ટીમનો આભાર માન્યો હતો.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક સમયે જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવેલ કોવિડ સેન્ટર તમામ સુવિધા અને સવલતોથી સજજ હતું. જેથી કરીને સારવાર માટે દર્દીઓની પ્રથમ પસંદગી જસદણનું કોવિડ સેન્ટર બનતું હતું. જીલ્લા બહારના દર્દીઓ પણ જસદણ કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે આવતા હતા અને કોવિડ સેન્ટરમાં આજદિન સુધીમાં કોઈ પણ દર્દીઓનું મૃત્યુ નોંધાયું નથી એ ખૂબજ મહત્વની વાત કહેવાય. પરંતુ કોરોના મહામારીએ ફરી માથું ઉચકાતા સરકારના આદેશ અનુસાર જસદણની સરકારી હોસ્પિટલ ખાતે શુક્રવારથી ફરીથી કોવિડ સેન્ટર શરૂ થતા પ્રથમ દિવસે જ 5 દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. જ્યારે ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા 11 થઈ ગઈ હોવા છતાં સરકારની સુચના મુજબ સારવાર લઈ રહેલા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જમવાની તેમજ નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાના ઘરેથી જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરવી પડી રહી હતી અને પીવાના પાણીની બોટલો પણ બહારથી મંગાવવી પડતી હતી. કોરોના મહામારી વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓને સાજા કરવા માટે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે શુકવારે ફરીથી કોરોના સેન્ટર શરૂ કરવામાં આવતા વહીવટી તંત્રની બેદરકારીના કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને ત્રણ દિવસ સુધી ચા-પાણી, નાસ્તો તેમજ જમવાની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની આ શરમજનક ઘટના અંગે જસદણની નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ લાઈવ ગુજરાત ન્યુઝ ચેનલની ટીમને જાણ કરી હતી.  પરંતુ લાઈવ ગુજરાત ન્યુઝની  ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને પડતી હાલાકી અંગે ગત સોમવારે ન્યૂઝ પ્રસિદ્ધ કરાતાની સાથે જ જસદણનું વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું અને દર્દીઓને સવારે ચા-નાસ્તો તેમજ બપોરે અને સાંજે જમવાની તાત્કાલિક વ્યવસ્થા આપવામાં આવી હતી. જેથી જસદણ નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ તરીકે હું લાઈવ ગુજરાત ન્યઝની ટીમનો ખુબ ખુબ આભાર માનું છું.

  • હરેશ તેરૈયા લાઈવ ગુજરાત ન્યુઝ જસદણ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: