28 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

મોંઘી ગાડીઓ ઉપર આજીવન વ્હીકલ ટેક્સમાં વધારો ઝીંકાયો

  • મોંઘી ગાડીઓ ઉપર આજીવન વ્હીકલ ટેક્સમાં વધારો ઝીંકાયો
  • એએમસીની રેવન્યુ કમિટીમાં ઈલેક્ટ્રીક વાહનોને 100 ટકા રાહતનો નિર્ણય
  • 25 લાખની કાર ઉપર હાલ 75 હજાર ટેક્સ હતો તે વધીને હવે 1 લાખ પહોંચશે  
  • ટેક્સ વધારાથી કોર્પોરેશનની આવકમાં 10 કરોડનો કરાશે વધારો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની મળેલી રેવન્યુ કમિટીના મીટીંગમાં રૂ. 15 લાખથી મોંઘી કારના આજીવન વ્હીકલ ટેક્સમાં મોટો વધારો ઝીંકાયો છે. 25 લાખની કાર ઉપર અત્યાર સુધી 3 ટકા લેખે 75000 ટેક્સ થતો હતો, તે હવે 4 ટકા લેખે રૂ. 1 લાખનો થશે.આ વધારો તા. 1-10-2021થી અમલમાં આવશે અને આમ થવાની મ્યુનિ.ની વ્હીકલ ટેક્સની આવકમાં વર્ષે 10 કરોડનો વધારો થવાની સંભાવના છે. બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનના વ્હીકલ ટેક્સમાં 100 ટકા રાહતની જાહેરાત કરાઈ છે.

દ્વિચક્રી ઈલેક્ટ્રીક વાહનોને તો અગાઉ 2021-22ના બજેટમાં જ વ્હીકલ ટેક્સમાં રાહતનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવેથી કાર સહિતના તમામ ઈલેક્ટ્રીક વાહનોને વ્હીકલ ટેક્સમાંથી 100 ટકા રાહત આપવાનું નક્કી કરાયું છે. જ્યારે એસયુવી પ્રકારના મહત્તમ ઇંધણનો ઉપયોગ કરતાં વાહનોનો વપરાશ વધતો જાય છે. જેના વપરાશથી પોલ્યુશનમાં ભારે વધારો થતો હોય છે.એટલે 15 લાખથી વધુ મોંઘી કિંમતના વાહનો ઉપર આજીવન વ્હીકલ ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે 15 લાખથી ઓછી કિંમતની કાર ઉપરના ટેક્સમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. એવી જ રીતે દ્વિચક્રી વાહનો, રીક્ષા, લોડીંગ રીક્ષા, ફોર વ્હીલર લોડીંગ ટેમ્પો, મીની ટ્રકના વાહન વેરામાં કોઈ વધારો કરાયો નથી.ઉપરાંત વાહનની બેઝીક કિંમત ઉપર વ્હીકલ ટેક્સ વસુલાય છે. મોંઘા વાહનો સંપન્ન નાગરિકો દ્વારા ખરીદાતા હોય છે તેથી આ વધારાની અસર મધ્યમ વર્ગ ઉપર નહીં થાય તેવી દલીલ પણ કરવામાં આવી છે. આ પાસ કરાયેલી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પસાર કરાયા બાદ મંજુરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: