8 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાં લીકેજ

  • ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાં લીકેજ
  • આ લીકેજને કારણે લાખો લોકોના જીવ અદ્ધર
  • ફ્રાન્સની કંપનીની રેડિયોલોજિકલ જોખમની ચેતવણી પછી ચીનની કબૂલાત

ચીનના ગુઆંગડોંગ પ્રાંતના તાઈશન શહેરમાં પરમાણુ અત્યારે લીકેજનું જોખમ સર્જાયું છે. આ સીટીમાં એક પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું હોવાની વાત જાહેર થયા બાદ ચીન ભીનું સંકેલવાના પ્રયત્નમાં લાગી ગયું છે. પરમાણુ એકમમાં ભાગીદાર ફ્રાન્સની કંપનીએ લીકેજની વાત જાહેર કર્યા બાદ અમેરિકા એક્શનમાં આવી ગયું છે.

એક તરફ ડ્રેગન ચીનના ગુઆંગડોંગમાં રેડીએશન લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ ચીને પરમાણુ એકમની આજુબાજુના વિસ્તારમાં એટમી રેડિયોએક્ટિવ સ્તર સાધારણ હોવાનો અને લોકોની સલામતીને જોખમ ન હોવાનો દાવો પણ કર્યો છે.ચીનના તાઈશનની જનસંખ્યા લગભગ ૧૦ લાખ જેટલી છે. ચીનના પરમાણુ પ્લાન્ટમાં એટમી રેડિયેશનના લીકેજથી આખા શહેર પર વિનાશનું જોખમ પણ સર્જાયું છે. ચીને શરૂઆતમાં લીકેજના અહેવાલોને દબાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. જોકે, ચીનના આ પરમાણુ પ્લાન્ટને બનાવવામાં ફ્રાન્સે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં પરમાણુ એકમમાં ભાગીદાર ફ્રાન્સની કંપની ફ્રેમાટોમે  લીકેજના કારણે સંભવિત રેડિયોલોજિકલ જોખમ અંગે ચેતવણી આપી હતી અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીને પત્ર લખ્યો હતો. કંપનીએ યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીને લખેલા પત્રમાં એવું જણાવ્યું હતું કે, ચીને લીકેજના પગલે પ્લાન્ટને બંધ કરવાના બદલે પ્લાન્ટની બહાર રેડિએશનનું સ્તર જાણવા માટેની સ્વીકૃત મર્યાદા પણ વધારી દીધી હતી.  બાઈડેન સરકાર ફ્રાન્સની કંપની ફ્રેમાટોમેના અહેવાલ પર અભ્યાસ કરી રહી છે. જોકે, ચીની ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. છતાં વર્તમાન સ્થિતિમાં પ્લાન્ટમાં કામ કરનારા કર્મચારીઓ અને ચીની નાગરિકો માટે રેડિયેશનનું જોખમ કેટલું મોટું છે તેનો સ્પષ્ટ અંદાજ હજુ સુધી થઈ શક્યો નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: