23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

જાતિગત વસ્તી ગણતરી મુદ્દે પીએમ મોદીને મળ્યા બિહારના 10 પક્ષના નેતાઓ

  • જાતિગત વસ્તી ગણતરી મુદ્દે પીએમ મોદીને મળ્યા બિહારના 10 પક્ષના નેતાઓ
  • બેઠકમાં 10 પક્ષોના 11 નેતાઓ થયા હતા સામેલ
  • 40 મિનિટથી વધુ સમય ચાલી હતી બેઠક
  • મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વિપક્ષ નેતા તેજસ્વી યાદવે સાથે મળી કરી રજૂઆત

જાતિગત વસ્તી ગણતરીની માંગણીને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં 10 પક્ષોના 11 નેતાઓ સામેલ થયા હતા. બેઠક બાદ નીતિશકુમારે જણાવ્યું  હતું કે અમે જાતિગત વસ્તી ગણતરી પર અમારી વાત રજુ કરી અને પીએમ મોદીએ અમારી વાત સાંભળી.તેમજ  આ બેઠક લગભગ 40 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી.

આ નેતાઓની માગણી છે કે દેશમાં જાતિના આધારે વસ્તી ગણતરી થવી જોઈએ. જેથી કરીને પછાત જાતિઓના વિકાસમાં તેજી લાવી શકાય. અને અનેક દાયકાઓથી જાતિગત વસ્તી ગણતરીની માગણી થઈ રહી છે. પરંતુ હવે એકવાર ફરીથી બિહારથી આ અવાજ ઉઠ્યો છે. અને અનેક રાજકીય પક્ષોએ તેની માગણી કરી છે. નીતિશકુમારે બેઠક બાદ કહ્યું કે તમામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે જાતિગત વસ્તીગણતરીની માગણી કરી છે. બિહારના તમામ રાજકીય પક્ષોનો આ અંગે એક મત છે. સાથે જ નીતિશકુમારે કહ્યું કે સરકારના એક મંત્રી તરફથી નિવેદન આવ્યું છે કે જાતિગત વસ્તીગણતરી થશે નહીં. આથી અમે ત્યારબાદ વાત કરી. નીતિશકુમારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારી વાત સાંભળી છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે આ મામલે કહ્યું કે ઐતિહાસિક કામ થઈને રહેશે. જો જાનવરોની ગણતરી થાય છે તો પછી માણસોની પણ થવી જોઈએ. જો ધર્મના આધારે ગણતરી થાય છે તો જાતિના આધારે પણ થવી જોઈએ.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: