14 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

થલતેજ મધર્સ હાઊસ ખાતે ૭૨ બેડની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનો શુભારંભ

  • થલતેજ મધર્સ હાઊસ ખાતે ૭૨ બેડની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનો શુભારંભ
  • ૨૪ ઓક્સિજન બેડ અને ૫૦ આઈશોલેશન બેડની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ
  • ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરાયો કોવિડ કેર સેન્ટરનો શુભારંભ

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, જેને લઈને સરકાર અને અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોરોના દર્દીઓને ઝડપી સારવાર મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાએ કોવિડ કેર સેન્ટર પણ ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગતરોજ શહેરના થલતેજ ખાતે આવેલા મધર્સ હાઉસમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ૭૨ બેડની સુવિધા સાથેના કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની મહામારીનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ.. તેના મક્કમ પડકાર માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. અને તેના પગલે અનેક પગલા લેવાયા છે. તેના ભાગ રૂપે રાજ્યમાં સંખ્યાબંધ સ્થળે કોવિડ કેર સેન્ટરકાર્યરત કરાયા છે. ઘણાં એવા દર્દીઓ હોય છે જેમનું ઘર નાનું હોય છે, તેથી પરિવારનાં અન્ય સભ્યોને ચેપનું જોખમ ન રહે અને સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોવિડ કેર સેન્ટર જેવી અલાયદી જગ્યાએ તેની સારવાર હવે સરળતાથી ઉપલબ્ધ કરાવવમાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ મધર્સ હાઉસખાતે ૭૨ બેડના કોવિડ કેર સેન્ટરનો ગતરોજ ગૃહમંત્રી પ્રદિપસંહ જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ‘’ મારું ગામ કોરોના મુકત ગામ ‘’ ના અભિયાનને સાર્થક કરવા અને કોરોનાને સંપૂર્ણપણે હરાવવા માટે શહેરો અને ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર શરુ કરાયા છે. જેને લીધે કોવિડ પોઝિટીવ આવેલ વ્યક્તિની ત્યાં સ્થળ પર જ સારવાર થઈ શકે. ગાંધીનગર મતવિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં શરુ કરાયેલા આ સેન્ટરમાં ૨૪ બેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સાથે બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ૫૦ જેટલા બેડ આઇશોલેશન તરીકે રાખવામાં આવ્યા છે. આના કારણે આ વિસ્તારના સંક્રમિત થયેલા લોકોને હવે ઘરની નજીકમા જ સુવિધા સુલભ બની છે. અને અહી દાખલ થનાર કોઇપણ દર્દી વિનામૂલ્યે સારવાર મેળવી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.

 સમગ્ર રાજયની અંદર તમામ પ્રકારની સુવિધાઓ સાથેના કોવિડ કેર સેન્ટર બનાવીને સમાજને મદદરૂપ થવાની આગવી વ્યવસ્થા એ રાજય સરકારની નેમ છે. તેમ જણાવીને તેમણે કહ્યુ કે, ગામે ગામ આવી સુવિધાઓ ઉભી કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે મારુ ગામ કોરોના મુક્ત ગામઅભિયાન અંતર્ગત દરેક ગામ કોરોના મુકત બને તેવો રાજય સરકારનો ઉમદા અભિગમ છે. મંત્રીશ્રી એ રાજ્ય સરકારની ઉત્તમ કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ૧૫ મી માર્ચે રાજ્યમાં ૪૫ હજાર જેટલા બેડ ઉપલબ્ધ હતા, જ્યારે આજે તેની સંખ્યા વધીને ૧ લાખ કરતા વધારે થઈ છે. અગાઉ ૧૪૫ મેટ્રિક ટન જેટલા ઓક્સિજનની જરૂરિયાત હતી આજે તેની સામે ૧૧૫૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત પુરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં તૈયાર કરવામાં આવેલા આવા કોવિડ કેર સેન્ટરમાં PHC અને CHC નો સ્ટાફ સતત ખડેપગે સેવા આપી રહ્યો છે. સરકાર અને લોકોના સંયુકત સહકારથી આપણે કોરોનાને નાથવામાં સફળ રહીશું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના મેયર કિરિટભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બિપિનભાઇ પટેલ અને થલતેજ અને ઘાટલોડિયા વિસ્તારના મ્યુનિ. કાઉંસીલરો અને સ્થનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કેમેરામેન સચિન પઢિયાર સાથે હરેશ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: