24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અનંતનાગમાં મોટું સર્ચ ઓપરેશન, તોયબાના ત્રણ આતંકી ઠાર

  • અનંતનાગમાં તોયબાના ત્રણ આતંકી ઠાર
  • સુરક્ષા જવાનોએ અનંતનાગના કોમેરનાગમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું
  • સૌથી પહેલા આતંકીઓને આપી હતી સરેન્ડર કરવાની તક

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં લશ્કરે તોયબાના ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. સુરક્ષા જવાનોએ અનંતનાગના કોમેરનાગમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. જે દરમિયાન આ આતંકીઓ માર્યા ગયા હતા. સૈન્યના અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્તારમાંથી સૌથી પહેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જે બાદ આતંકીઓ સામે ઓપરેશન ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું જે લાંબો સમય સુધી ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓના નામ ઇલ્યાસ અહેમદ ડાર, ઉબૈદ શફી છે. આતંકીઓની જાણકારી મળતા જ સૈન્ય ત્યાં પહોંચ્યું અને સૌથી પહેલા આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી હતી. જોકે આતંકીઓએ સરેન્ડર કરવાને બદલે સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. જેને પગલે અંતે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસ રેકોર્ડ પ્રમાણે માર્યા ગયેલા આતંકીઓ લશ્કરે તોયબા અને અન્ય નાના મોટા આતંકી સંગઠનો સાથે જોડાયેલા હતા. આતંકીઓ અનેક હુમલા અને નાગરિકોના અપહરણની ઘટનામાં પણ સામેલ હતા અને ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી. 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: