23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ઉત્તરાખંડ માં ભૂસ્ખલનનો કહેર શરુ

  • ઉત્તરાખંડ માં ભૂસ્ખલનનો કહેર શરુ
  • જોશીમઠ-બદરીનાથ નેશનલ હાઈ-વે પાસે થયું ભૂસ્ખલન
  • હવામાનમાં સતત ફેરફાર તેમજ વરસાદ થતા સર્જાઈ ભૂસ્ખલનની ઘટના
  • કાટમાળ પથરાયો હોવાના કારણે રસ્તા થયા બંધ
  • હવામાનમાં સતત ફેરફારો અને વરસાદના કારણે આંતરે દિવસે પહાડોમાં ભૂસ્ખલન

 જોવા મળી રહ્યું છે. હિમાચલના કિન્નૌર પછી હવે ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીના મુખ્ય હાઈવે પાસે ભૂસ્ખલન થયું છે. ચમોલી જિલ્લાના જોશીમઠ-બદ્રીનાથ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનના કારણે અહીં ઘણાં વાહનો ફસાયા છે. આખા રસ્તા પર કાટમાળ પથરાયો હોવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે ઘણાં વાહનો ફસાઈ ગયા છે.

ચમોલી જિલ્લામાં ગુરુવારે મોડી રાતે ભારે વરસાદ થયો હતો. તેના કારણે થાંગ ગામને જોડતો જોશીમઠ-બદ્રીનાથ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલ થયું હતું. તેના કારણે અહીં આખો રસ્તો બ્લોક થઈ ગયો છે. ઋષિકેશ, દેહરાદુન અને અન્ય વિસ્તારોમાંથી આવતા જતા વાહનોને ઘણી મુશ્કેલીઓ થઈ છે. હવે શુક્રવારે સવારે પ્રશાસનને આ વિશે માહિતી આપવામાં આવી છે. મશીનો દ્વારા અહીં કાટમાળ હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, રાજ્યના પરિવહન વિભાગની બસો કાટમાળમાં ફસાઈ છે. જોકે કાટમાળમાં કોઈ દબાયા હોવાની હજી સુધી કોઈ માહિતી મળી નથી. હાલ અહીં સ્થિતિ સામાન્ય છે અને ટ્રાફિકમાં ફસાયેલા લોકો કાટમાળ હટવાની રાહ જોઈ રહ્યા છે.બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કમાન્ડર મનિષ કપીલનું જણાવ્યા મુજબ, જોશીમઠ-મલારી હાઈવે પર સુરાંઈથોડામાં સતત પથ્થરો પડી રહ્યા છે. બીઆરઓએ જેસીબી કામે લગાવ્યા છે. હાલ ધીમે ધીમે હાઈવેને ખોલવાનું કામ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, ચીન સીમા વિસ્તારને જોડતો જોશીમઠ-મલારી હાઈવે બુધવારે સુરાંઈથોટામાં વરસાદના કારણે ભૂસ્ખલન થવાના કારણે બંધ થઈ ગયો છે. વરસાદ બંધ થતાં બીઆરઓની જેસીબી હાઈવે ખોલવાના કામમાં જોડાયેલી ચે. પરંતુ સતત પથ્થર પડવાનું સતત ચાલુ હોવાના કારણે હાઈવે ખોલવાનું કામ પણ ધીમી ગતીમાં ચાલી રહ્યું છે.બીજી બાજુ બાંસવાડા પાસેનો ગૌરીકુંડ હાઈવે પણ બંધ છે. મોહંડ પાસે આવેલો દૂન-દિલ્હી હાઈવે પાસે પણ ચટ્ટાનો પડતાં તે હાઈવે પણ અંદાજે 2 કલાક જેવો બંધ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રામણે આગામી થોડા દિવસોમાં રાજ્યમાં દૂન સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: