21 C
Ahmedabad
Thursday, January 13, 2022
spot_imgspot_img

Latest Posts

રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કીર્તિસિંહ વાઘેલાએ શપથ લીધા

  • રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કીર્તિસિંહ વાઘેલાએ શપથ લીધા
  • કીર્તિસિંહ વાઘેલા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે
  • રાજ્યકક્ષાના મંત્રી મંડળમાં પસંદગી થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહનો માહોલ
  • કાર્યકર્તાઓ દ્વારા એકબીજાનું મો મીઠું કરાવી ભવ્ય આતશબાજી યોજવામાં આવી
  • લાઈવ ગુજરાત ન્યુઝની ટીમ દ્વારા પરિવાર અને કાર્યકરો સાથે કરાઈ વાતચીત

આઝાદી બાદ ઇતિહાસમાં પ્રથમવાર કાંકરેજ તાલુકામાંથી ગુજરાત સરકારમાં કોઈ મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી મંડળમાં બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્યનો સમાવેશ થયો છે. ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવેલ કીર્તિસિંહ વાઘેલાની જો વાત કરવામાં આવેતો  તેઓ ખારીયા ગામના વતની છે, અને ખેડૂત પુત્ર પણ છે. જેઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ત્યારે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે રાજયકક્ષાના મંત્રી બનેલા કીર્તિસિંહ વાઘેલાના નિવાસ્થાને  પહોચી તેમના પરિવાર સાથે અને કાર્યકરો સાથે વાતચીત કરી હતી.

ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ એ શપથ લીધા બાદ આજે ચોથા દિવસે રાજ્યના મંત્રી મંડળમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મંત્રી મંડળમાં પણ નવા ચહેરાઓની પસંદગી થઈ છે જેમાં ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની પણ રાજ્ય કક્ષાના મંત્રી મંડળમાં પસંદગી થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી આવ્યો હતો ગાંધીનગર ખાતે મંત્રી તરીકે શપથ લેતા કાંકરેજ શિહોરી, થરા તેમજ તેમના નિવાસ સ્થાને ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવ્યો હતો

કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા મૂળ થરાના ખારીયા ગામના વતની છે અને ખેડૂત પુત્ર છે તેમના પિતા પ્રભાતસિંહ વાઘેલા તથા તેમની માતા ફતુબા વાઘેલા અગાઉ ખારીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી ચુક્યા છે તેમના બે ભાઈ ખેતી સાથે પણ સંકળાયેલા છે  જેમાં તેમના ભાઈ દ્વારા લાઈવ ગુજરાત ન્યુઝ સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતુકે મારા ભાઈ કાંકરેજના ધારાસભ્ય છે અને હવે ગુજરાત સરકારના મંત્રી તરીકે તેમની પસંદગી થઈ છે સમગ્ર ગામ અને મારા પરિવાર માટે આ ગર્વની વાત ત્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ સાદગી ભર્યું જીવન જીવી અનેક લોકોની સેવા કરી છે હવે મંત્રી બનીને પણ ગુજરાતની સેવા કરશેહાલતો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા એવા કીર્તિસિંહ વાઘેલાને રાજયકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા કાંકરેજ તાલુકા સાથે સાથે સમગ્ર બનાસકાઠાના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ  બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: