12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ધુળેટીની ઉજવણીમાં ખેલાયો ખૂની ખેલ

  • અંકલેશ્વરનાં સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખેલાયો ખૂની ખેલ
  • શ્વાનને રંગ લગાડતા થયેલ મારામારીના બાબતે કરાઈ યુવકની હત્યા
  • અંકલેશ્વર રૂરલ પોલીસે એક મહિલા સહીત ૯ શખ્સો વિરુદ્ધ નોંધી ફરિયાદ
  • આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામ ખાતે ધુળેટી પર્વની સાંજે જ્યાં એક તરફ લોકો એક બીજાને સાથે ધુળેટી પર્વ મનાવી રહ્યા હતા ત્યારે અંકલેશ્વરના સેન્ગપુર ખાતે રમાયો ખૂની ખેલ. શ્વાનને કલર લગાડવા બાબતે થયેલ મારામારીમાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજતા રૂરલ પોલીસે એક મહિલા સહીત 9 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

હોળી દરમ્યાન લોકો રંગોથી હોળી રમતા હોય છે, ત્યારે અંકલેશ્વરના સેન્ગપુર ખાતે હોળીના દિવસે રમાયો ખૂની ખેલ. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના સેંગપુર ગામ ખાતે ધુળેટી રમવા બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં નજીકમાં રહેલ શ્વાન ઉપર કલર નાંખવામાં આવતા સંગીતાબેન વસાવાએ બોલાચાલી થતા તેઓએ નજીકમાં આવેલ તેમના પિયર જીતાલી ગામ ખાતે રહેતા તેઓના ભાઈ સહિત અન્ય 8 જેટલા શખ્સોને બોલાવ્યા હતા. ભાઈઓને બોલાવી 24 વર્ષીય દિલીપ દલસુખ વસાવાના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમ્યાન દિલીપ વસાવા છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. તે દરમિયાન જીતાલી ગામનો સંજય વસાવા નામના શખ્સે દીલીપને માથાનાં ભાગે લાકડું મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી દિલીપ વસાવાને તાત્કાલિક સારવાર અર્થે વાલીયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેઓને હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી જઈ દિલીપ વસાવાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સેંગપુરની સંગીતા વસાવા ,જીતાલી ગામના સંજય વસાવા સહીત 9 શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

  • કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: