15 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના મહામારીને કારણે ખેડબ્રહ્મા અને પોશીના વકીલો 15 દિવસ સુધી કામ બંધ રાખશે

  • સાબરકાંઠા જીલ્લામાં દિનપ્રતિદિન વધી રહ્યા છે કોરોનાના કેસો
  • આગમચેતીના પગલારૂપે વકીલ મંડળનો આવકાર દાયક નિર્ણય
  • ખેડબ્રહ્મા અને પોશીના વકીલો 15 દિવસ સુધી કોર્ટ કામગીરીથી અળગા રહેશે

સાબરકાંઠા જીલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા જતા હોવાથી અગમચેતીના પગલારુપે પોશીના અને ખેડબ્રહ્માના વકીલો દ્વારા આગામી 15 દિવસ સુધી કોર્ટ કામગીરીથી અળગા રહેવાનો આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ તમામ વકીલોએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ પણ મુકાવ્યો હતો.

રાજયમાં દિનપ્રતિદિન કોરોનાના કેસની સંખ્યા વધતી જાય છે. તેની સાથે સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં કોરોના પોઝેટીવ કેસમાં છેલ્લા પાંચ દિવસમાં મોટો ઉછાળો આવતાં અગમચેતીના ભાગરુપે ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના વકીલ મંડળે ઠરાવ કરીને 15 દિવસ માટે કોર્ટ  કામગીરીથી અળગા રહેશે તેવુ કોર્ટને જણાવ્યુ હતું. તેમજ વકીલોએ સામુહિક રીતે કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા તાલુકામાં 130 કરતા વધુ કોરોના પોઝેટીવ કેસ નોંધાતા આ તમામ સંક્રમીતોને જરુરીયાત મુજબ હોમ કોરોન્ટાઈન પણ કરવામાં આવ્યા છે.

ભરત ચૌહાણ લાઈવ ગુજરાત ન્યુઝ ખેડબ્રહ્મા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: