21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

કેશોદ નગરપાલિકાનું પચાસ કરોડનું પુરાંત લક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું

  • કેશોદ નગરપાલિકાનું પચાસ કરોડનું પુરાંત લક્ષી બજેટ કરાયું મંજૂર
  • બેઠકમાં અનેક સમિતિઓની કરવામાં આવી રચના
  • વિરોધ પક્ષના સદસ્યોએ લેખિતમાં કરી અનેક રજૂઆત

આગામી વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટેનું પુરાંત લક્ષી બજેટ મંજુર કરાયું હતું. કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર તેમજ પી.એચ વિઠ્ઠલાણીની હાજરીમાં રૂપિયા ૫૦ કરોડ પુરાંત લક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે મોહનભાઈ બુટાણી સહિત અન્ય પંદર સમિતિઓની રચના કરવામાં આવી હતી.


કેશોદ નગરપાલિકાનાં નવનિયુક્ત પદાધિકારીઓ અને સદસ્યો દ્વારા આગામી વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટેનું રૂપિયા ૫૦ કરોડ પુરાંત લક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આગામી હિસાબી વર્ષમાં કેશોદ નગરપાલિકાની નવી અદ્યતન કચેરી ચારચોક વિસ્તારમાં આવેલા જુનાં બાલમંદિર વાળી જગ્યાએ બનાવવામાં આવશે. રાણેકપરા ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટ, તકીયામાં કોમ્યુનિટી હોલ અને આંબાવાડી બગીચામાં નવીનીકરણ કરવામાં આવશે તદ્ઉપરાંત કેશોદ નગરપાલિકાનાં પ્રમુખ માટે રૂપિયા ૧૭ લાખનાં ખર્ચે નવા વાહનની ખરીદી કરવામાં આવશે. કેશોદ નગરપાલિકામાં જુદી-જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે મોહનભાઈ બુટાણી સહિત અન્ય પંદર સમિતિઓની રચના કરવામાં આવી હતી. ત્યારે વહીવટી દ્રષ્ટિએ સૌથી મહત્વની ગણાતી મહેકમ સમિતિની બાદબાકી કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકાનાં કોંગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરી ભુર્ગભ ગટરના વેરા લાગું ન કરવા અને મિલ્કત વેરો વધારવામાં ન આવે એવી માંગ કરી હતી.

  • ગોવિંદ હડિયા લાઈવ ગુજરાત ન્યુઝ કેશોદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: