23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ રાજ્યપાલને સોપ્યું રાજીનામુ

  • કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ રાજ્યપાલને સોપ્યું રાજીનામુ
  • રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્રારા  રાજીનામાનો  કરાયો સ્વીકાર
  • સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યેદિયુરપ્પાએ કરી હતી રાજીનામાની જાહેરાત
  • વધતી ઉંમરના પગલે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું  

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. અત્રે નોંધનીય છે કે તેમની સરકારના બે વર્ષ પૂરા થયા છે. તે જ અવસરે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રીએ આશરે 35 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન અનેકવાર તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

સીએમ યેદિયુરપ્પાએ રવિવારે એવું કહ્યું હતું કે તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય માનશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વધતી ઉંમરના પગલે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય માનશે. કહેવાય છે કે તેમની વધતી ઉંમરના પગલે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું. બીએસ યેદિયુરપ્પાએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની મુલાકાત કરીને તેમણે રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું સોંપ્યા પછી તેમણે એવું કહ્યું કે તેમના પર હાઈકમાનનું કોઈ દબાણ નથી. મે જાતે જ રાજીનામું આપી દીધુ છે. મેં  કોઈનું નામ પણ સૂચવ્યું નથી. પાર્ટીને મજબૂત કરવા માટે હું સતત કામ કરતો રહીશ. પોતાના રાજીનામાની ઘોષણા કરતા બીએસ યેદિયુરપ્પાએ એવું કહ્યું કે તેમને કર્ણાટકના લોકો માટે હજુ ઘણું કામ કરવાનું છે. તેમણે કહ્યું કે આપણે બધાએ પરિશ્રમ સાથે કામ કરવું જોઈએ. ભાવુક થયેલા યેદિયુરપ્પાએ એવું ઉમેર્યું કે તેઓ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના રાજકારણમાં એકવાર ફરીથી ખળભળાટ શરૂ થયો છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે તેમણે રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે લંચ બાદ તેઓ રાજ્યપાલને મળશે અને રાજીનામું સોંપી દેશે. આજે જ કર્ણાટકમાં તેમની સરકારને બે વર્ષ પૂરા થયાની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: