- એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી
- EBSB ક્લબ દ્વારા કાર્યક્રમની ઉજવણી
- કેન્દ્ર સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયું છે અભિયાન
- કાર્યક્રમ દરમિયાન ‘નો પ્લાસ્ટિક યુઝ’ અંગે શપથ લેવાયા
સર્વ વિદ્યાલય કેમ્પસ,કડીમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અભિયાન અંતર્ગત એક ભારત, શ્રેષ્ઠ ભારત દિવસની ઉજવણી કરાઈ હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ. ડી. પટેલ આર્ટસ કોલેજ ખાતે EBSB ક્લબ દ્વારા કેન્દ્ર સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્વારા ચાલતા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અભિયાનનો હેતુ ભારતનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, સામાજિક બાબતો, માન્યતાઓ, સાહિત્ય, કલા-વારસો અને લોકજીવન અંગે પરસ્પર રાજ્યોની પ્રજાને માહિતગાર કરવાનો તથા સમગ્ર ભારતનાં વિવિધ રાજ્યો પરસ્પર એકબીજા સાથે જોડવાનો અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવાનો છે. પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ. ડી. પટેલ આર્ટસ કોલેજમાં EBSB ક્લબના ઉપક્રમે સેમિનારનું આયોજન કરી વિધાર્થીઓએ એક ભારત શ્રેષ્ઠ ભારત સંદર્ભે ગુજરાતી કલા-વારસો, પોષાક, તહેવાર, ખોરાક, લોકજીવન, સાહિત્ય તથા સાંસ્કૃતિ બાબતો અંગે પરિચય કરાવ્યો. એ રીતે અમારી આ સંસ્થા છત્તીસગઢ રાજ્યના રાયપુર ખાતે આવેલ બદ્રીપ્રસાદ સરકારી આર્ટસ કોલેજ સાથે ભારત સરકાર દ્વારા જોડાણ થયેલ છે. જેથી અન્ય વિધાર્થીઓએ છત્તીસગઢ રાજ્યની સાંસ્કૃતિક બાબતો, કલા-વારસો, સાહિત્ય, પોષાક, ખોરાક, રીતરીવાજો, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અંગે માહિતી આપી. ગુજરાત અને છત્તીસગઢની કેટલીક સમાનતાઓ અને કેટલીક વિશેષતાઓ અંગે વિધાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમના અંતમાં દરેક વિદ્યાર્થીઓએ તથા સ્ટાફમિત્રોએ ‘નો પ્લાસ્ટિક યુઝ’ અંગે શપથ લીધી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન EBSB ક્લબ કોઓર્ડીનેટર પ્રા. પ્રશાંત ઝા તથા પ્રા. પાયલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ચેરમેનશ્રી તથા કોલેજનાં આચાર્યશ્રી ડો. અજય. એસ. ગોર, વાઈસ પ્રિન્સીપાલ ડો. બી.એસ. પટેલ, ડીડીયુ કૌશલ કેન્દ્ર નોડલ ઓફિસર ડો. મીનલ ત્રિવેદી તથા ડો. નરેશ પરીખે શુભેચ્છા પાઠવી હતી.
- વિશાલ ઠાકોર લાઈવ ગુજરાત ન્યુઝ કઙી