16 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

FIR દાખલ થયા બાદ મમતા બેનર્જી પર ભડકી કંગના

FIR દાખલ થયા બાદ મમતા બેનર્જી પર ભડકી કંગના

કંગના વિરુદ્ધ મમતાની છબી બગડવાના આરોપમાં કરવામાં આવી હતી FIR દાખલ

કંગના એ સોશિયલ મીડિયા પર વ્યકત કર્યો પોતાનો ગુસ્સો

લોહીની તરસી મમતા પોતાના બળથી મને ચુપ કરાવવા માંગે છે. : કંગના રનૌત

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને કોન્ટ્રોવર્સી ક્વીનનું ઉપનામ મળ્યું છે. ત્યારે કંગના વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપવા માટે ચર્ચામાં આવી છે. હાલમાં જ તેની મમતા બેનર્જીએ કંગના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ કંગનાએ આ એફઆઈઆરનો સ્ક્રીનશોટ લીધો છે.

અને હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કંગનાએ લોહીની તરસી મોન્સટર કહ્યું છે. કંગના રનૌત વાંધાજનક નિવેદનો આપવા બદલ અનેકો વખત ફસાઈ ચુકી છે. આ પહેલા પણ કંગના એ વાંધાજનક નિવેદનો આપ્યા હતા. આ વાંધાજનક નિવેદનો બદલ જ ટ્વિટરે કંગના પર પ્રતિબંધ લગાવ્યો હતો. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી સેક્ટરમાં એફઆઈઆરની એક નકલ શેર કરતી વખતે આ વાત કહી છે. કંગના રનૌતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘લોહીની તરસી મમતા બેનર્જી પોતાના હોદ્દાના બળ પર મને ચૂપ કરવા માંગે છે’. કંગનાએ તેના ઇન્સ્ટા સ્ટોરી વિભાગમાં પણ કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. તેણે લખ્યું, ‘કેન્દ્ર સરકાર હિન્દુઓની પ્રચંડ હત્યા અંગે કોઈ કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે, લાખો લોકો બંગાળથી બીજા રાજ્યો ભાગી રહ્યા છે પણ મમતા સરકાર તો મારી વિરુદ્ધ જ કાર્યવાહી કરી રહી છે.’

અત્રે એ ઉલ્લેખનીય છે કે એફઆઈઆરની નકલ મુજબ, કંગનાએ પશ્ચિમ બંગાળમાં નફરતનો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ એફઆઈઆર મુજબ કંગનાનાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની છબીને બગાડવાનો પ્રયત્ન કર્યો છે. અને તેના પર ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા છે. ઋજુએ પોલીસને આપેલી ફરિયાદમાં તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લિંક આપતા એવું લખ્યું છે કે કંગનાએ તેના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ઘણી અપમાનજનક પોસ્ટ્સ કરી હતી જે તેણે તેના સ્ટોરી વિભાગમાં આ પોસ્ટ બતાવી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: