12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

ઈડરના કમાલપુર ગામે ઔષધિથકી કોરોના પર વિજય મેળવ્યો

  • ઈડરના કમાલપુર ગામે ઔષધિ થકી કોરોના પર મેળવ્યો વિજય
  • પ્રાચીન પરંપરા અનુસરવા ગ્રામજનોની અપીલ
  • શાળામાં ઉછેરવામાં આવેલી ઔષધિઓ થકી કોરોના પર વિજયનો દાવો
  • ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોના વાયરસ થકી થયું નથી

એક તરફ કોરોના મહામારી દિનપ્રતિદિન વ્યાપક બનતી જઈ રહી છે ત્યારે સાબરકાંઠાના ઇડરના કમાલપુર ગામે તમામ લોકો આયુર્વેદિક ઔષધિ થકી કોરોના ઉપર વિજય મેળવે છે. તેમજ અન્ય ગામડાઓને પણ ભારતની પ્રાચીન પરંપરા અનુસરવા અપીલ કરી છે.

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી નો હાહાકાર વ્યાપ્યો છે દિનપ્રતિદિન હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે તેમજ કેટલાયે લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના ઇડર ના કમાલપુર ગામે છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળામાં વિવિધ ઔષધિઓ ઉછેરવામાં આવી છે જેનો ઉપયોગ હાલમાં કોરોના મહામારી ને ટાળવા માટે કરાઇ રહ્યો છે ગામમાં તમામ લોકો હાલમાં પ્રાથમિક શાળામાં વિવિધ 50થી વધારે ઔષધો નો ઉપયોગ કરી કોરોના મહામારી ઉપર કાબૂ મેળવી શક્યા છે ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં કોરોના મહામારી ને પગલે કેટલાયે લોકો મોત ને ભેટી ચૂક્યા છે તેમજ હાલમાં પણ કેટલાય લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે ત્યારે ઇડરના કમાલપુર ગામે 1500ની વસ્તી ધરવતું કમાલપુર ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોનાવાયરસ થકી થયું નથી તેમજ ગામમાં આવેલા કેટલાક કોરોના પોઝિટિવ કેસ અન્ય બહારના લોકો સાથે સંક્રમણ થયાના પગલે આવ્યા છે જોકે સ્થાનિકોનું માની એ તો કોરોનાવાયરસ ઉપર પ્રાથમિક શાળા માંથી મળતી ઔષધિયો તેમજ તેનો ઉકાળો કારગત સાબિત થયો છે જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કોરોના સંક્રમણ ઘટાડવામાં સફળતા મળી રહી છે. કમાલપુર ગામ માં હાલ માં એક પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી તેમજ કોરોના ની બીજી લહેર માં એક પણ ગ્રામજનને કોરોના સંક્રમણ લાગી શક્યો નથી જેમાં મુખ્યત્વે પ્રાથમિક શાળામાં બનાવાયેલ ઔષધીય બાગ ને પગલે કોરોના મહામારી સામે અડીખમ ટકી રહ્યું છે

રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ એક બાર એક ઝાડ ના કોન્સેપ્ટ બેઠક વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ અંગે માહિતગાર થાય તે માટે એક પ્રોજેક્ટ રજૂ કરાયો હતો જોકે કમાલપુર ગામે આ પ્રોજેક્ટ થી વધુ આગળ વધી સ્થાનિક શિક્ષકોએ એકજૂટ થઇ ઔષધીય બાગ નું નિર્માણ કરી છે જેના પગલે આજે સમગ્ર ગામ ઔષધીય બાગ ને પગે કોરોના સામે સરળતાથી ટકી શક્યું છે ગામમાં એક પણ કેસ ન હોવાની સાથોસાથ સ્થાનિકો પણ હવે ઔષધીય તાકાતને સમજતા થયા છે તેમજ પ્રાથમિક શાળા દ્વારા કરાયેલો પ્રયોગ હવે જાતે પણ કરતા થયા છે.

જોકે કોરોના મહામારી ને હરાવવા માટે સમગ્ર વિશ્વ આજે ભયભીત બની ચૂક્યું છે ત્યારે સાબરકાંઠાના ઇડર ના કમલપુર ગામે ઔષધીય બાગ નો કરેલો પ્રયાસ અને પ્રયોગ સફળ બની રહ્યું છે ત્યારે અન્ય ગામડાઓ પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ વળતા થાય તો કોરોના ને સરળતા થી હરાવી શકે તેમ છે ત્યારે એ રહે છે કે કમલપુર ગામે શરૂ થયેલો આ પ્રયાસ આગામી સમયમાં અન્ય કેટલા ગામડાઓ ને ઉજ્વળ ભવિષ્ય તરફ દિશા સૂચક બની શકે છે.

પ્રફુલ બારોટ લાઈવ ગુજરાત ન્યુઝ સાબરકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: