19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ઈઝરાયલ બૂસ્ટર ડોઝ શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ

  • ઈઝરાયલ બૂસ્ટર ડોઝ શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ
  • ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ પત્ની સાથે લીધો બૂસ્ટર ડોઝ
  • લોકોને રસી લેવા ઇઝરાઇલના વડાપ્રધાને કરી અપીલ

કોરોના વાયરસના વધતા જતા કેસોને રોકવા ઇઝરાયેલે કોરોના વાયરસ વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે, બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. રસીનો ત્રીજો ડોઝ માત્ર 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્ઝોગે ત્રીજો ડોઝ લઈને અભિયાનની શરૂઆત કરી છે.

ðùéà äîãéðä éöç÷ äøöåâ åøòééúå ôúçå àú îáöò ÷áìú äçéñåï äùìéùé äîùìéí ðâã ðâéó ä÷åøåðä öéìåí: çééí öç / ìò”î Photos By : Haim Zach / GPO

60 વર્ષિય હર્ઝોગે તેલ અવીવ નજીકના રમત ગનના શેબા મેડિકલ સેન્ટરમાં ફાઇઝર બાયોએટેકની કોવિડ રસીનો બૂસ્ટર ડોઝ લીધો હતો. અને આ પ્રસંગે ઇઝરાયલી રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમને બૂસ્ટર વેક્સિનેશન પહેલ શરૂ કરવા બદલ ગર્વ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ પડકારજનક રોગચાળા દરમિયાન જીવનની સામાન્ય સ્થિતિને શક્ય તેટલી સક્ષમ બનાવવા માટે ત્રીજો ડોઝ ખૂબ મહત્વનો છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે તેમની પત્ની મીકલને પણ રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન નફ્તાલી બેનેટ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વાયરસ રસીનો ત્રીજો ડોઝ લેવાની વિનંતી કરી. ઇઝરાયેલના પીએમે એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ જાહેર રસીકરણ કાર્યક્રમમાંથી મળેલી તમામ માહિતી શેર કરશે. બેનેટે જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીનો ત્રીજો ડોઝ શરૂ કરનાર ઇઝરાઇલ પ્રથમ દેશ છે. અને કોવિડ રોગચાળા સામેની લડાઈ વૈશ્વિક લડાઈ છે. કોવિડને હરાવવાનો એકમાત્ર રસ્તો એકતા છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાઇલના લોકોને આપવામાં આવેલ બૂસ્ટર શોટ અન્ય દેશો માટે પણ અભ્યાસ તરીકે કામ કરશે. અમેરિકા સહિતના બાકીના દેશો પણ આમાંથી મેળવેલા અનુભવોથી શીખી શકશે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશોમાં ફાઈઝરની રસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો ત્રીજો ડોઝ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વાયરસના ચેપથી બચાવે છે, તો અન્ય દેશો પણ આ પહેલ શરૂ કરી શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: