23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

IPS અધિકારી ની અદભુત કલાગીરી

  • અમેરિકા અને લંડનમાં ગુજરાતને પોતાના ચિત્ર દ્વારા ગૌરવ અપાવનારના જોઇન્ટ પોલીસ કમિશનર
  • IPS અજયકુમારએ 5 વર્ષની ઉંમરથી પેઈન્ટીંગ શરૂ કર્યું અત્યાર સુધીમાં 30 હજાર પેઇન્ટિંગ બનાવ્યા
  • ભાર ફરજનો હોય કે અહમનો તેને દુર કરવા પોતાની કલામાં મસ્ત રહેવું તે રામબાણ ઔષધિ છે : અજય ચોધરી

ઇન્ટરનેશનલ ચિત્રકારના અબ્સ્ટ્રેક શોનો અમદાવાદમાં પ્રારંભ થતાં ઠેર ઠેર લોકો અને આર્ટની દુનિયા સાથે ગુજરાતના પોલીસ બેડા તથા ખાસ કરીને આઇપીએસ સર્કલમાં હોટ ટોપિક ચર્ચા બની છે

ખ્યાતનામ ચિત્રકારો વી.રમેશ, શાંતિ દવે, અમરનાથ શર્મા, જગન્નાથ પાંડા, જી.આર. ઈરાના અને ફરહાદ હુસૈન તેમના ગાઢ મિત્રો બની ગયા છે. અજયકુમારના પેઇન્ટિંગનું પ્રદર્શન દેશ વિદેશમાં દર બે-ત્રણ મહિને થતું રહે છે.

ખ્યાતનામ ચિત્રકારો

સવાલ એ થાય કે ઈન્ટરનેર નેશનલ લેવલ ના ચિત્રકારના પ્રદર્શન પ્રથમ વખત નથી તો ચર્ચાનું તાત્પર્ય શું? તો આ સવાલનો જવાબ એ છે કે ગુજરાતના સિનિયર આઇપીએસ અને અમદાવાદમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અજય ચોધરીના આ આર્ટ શો છે.તેવો દ્વારા ૧૭ જેટલા અબસ્ટ્રેક પેઇન્ટિંગ ડિસ્પ્લે રજૂ થયા છે. જેનો લાભ ગુજરાતના આર્ટપ્રેમીઓ એ લીધો અને ખુબ પ્રંશસા કરી.

આવો જાણીયે IPS અજયકુમાર વિષે

મૂળ બિહારના વતની અને બી.ટેક (સિવિલ) સુધીનો અભ્યાસ કરનાર 1999 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અજયકુમાર ચૌધરી અમદાવાદ શહેરના એડમીન વિભાગના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે કાર્યરત છે. અજયકુમારની બીજી વિશેષતા તેઓ સારા પેઈન્ટર છે. આ કળા માટે તેઓએ કોઈ કોઈ ટ્રેનિંગ લીધી હોય એવું નથી પણ આપોઆપ તેમનામાં આ કળા ખીલી છે.

બાળપણમાં બગીચામાં બાળમિત્રો સાથે ચિત્ર સ્પર્ધા કરતા આઈપીએસ અજયકુમારને કલ્પના પણ ન હતી કે, તેમની ચિત્રકળાથી તૈયાર થયેલા પેઈન્ટીંગનું પ્રદર્શન દેશ વિદેશમાં થશે. અજયકુમારએ અત્યારસુધીમાં 30 હજાર પેઈન્ટીંગ તૈયાર કર્યા છે. સ્વજનો અને મિત્રોને તેઓ પેઈન્ટીંગ ગિફ્ટમાં પણ આપે છે.

અજયકુમારનું બાળપણ ઝારખંડના સ્ટીલ સીટી બોકારોમાં પસાર થયું હતું. બોકારોમાં આવેલી SAIL (સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) કંપનીના અધિકારીઓની પત્નીઓએ બાળકોમાં બીજી પ્રવૃત્તિ ડેવલોપ થાય તે માટે એક આયોજન કર્યું હતું. જે મુજબ બોકારો શહેરના બગીચામાં માતાઓ પોતાના ભૂલકાઓને લઈને જતી અને ત્યાં તમામ બાળકો વચ્ચે ચિત્ર સ્પર્ધા થતી હતી.

આઈપીએસ અજયકુમારને પણ તેમના મમ્મી-પપ્પા આ સ્પર્ધામાં ભાગ લેવા લઈ જતા હતા. 5 વર્ષની ઉંમરે અજયકુમારે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દર રવિવારે શરૂ થયેલી આ ચિત્ર સ્પર્ધા અજયકુમારના આઈપીએસ થયા પછી આજેય પણ અવિરતપણે બોકારો શહેરમાં ચાલુ છે.

30 હજાર પેઈન્ટીંગ તૈયાર કરનાર આઈપીએસ અજયકુમારના પેઈન્ટીંગનું પ્રદર્શન અમેરિકા અને લંડનમાં પણ થઈ ચૂક્યું છે. દેશમાં પણ તેઓના પેઈન્ટિંગનું પ્રદર્શન સતત થતું રહે છે. અજયકુમાર તેમના પેઇન્ટિંગ ગિફ્ટ કરે છે, પણ તેમના પેઇન્ટિંગ વર્ષો સુધી સચવાય તેવો તેઓ ઈચ્છે છે. અજય કુમારના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે.

પોલીસ તરીકે ની ફરજ ને પ્રાથમિકતા આપતા આ અધિકારી ફુરસદના સમયે તુરત હાથમાં પીછી પકડી પોતાની જાતને ટેન્શન મુકત બનાવે છે.બીજી તરફ તેમના પત્ની દીપ શિખા ચોધરી સંગીત સાધનાને પ્રાથમિકતા આપી છે. યુ ટ્યૂબ પર તેમના કર્ણ પ્રિય હિન્દી ગીતના પ્રશંસકનો મોટો વર્ગ છે.

પત્ની દીપશિખા ચોધરી

ગુજરાતના જાણીતા ગાયક કલાકાર રાજલ બારોટે પણ આ પેઈન્ટીંગ પ્રદર્શનની મુલાકાત લીધી હતી, અને આઈપીએસ અજયકુમાર  સાહેબ ને શુભેચ્છા પાઠવી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: