12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મોટી દમણના નગર પાલિકા વિસ્તારમાં ભરાયા પાણી

  • મોટી દમણના નગરપાલિકા વિસ્તારમાં ભરાયા પાણી
  • નગરપાલિકાના પ્રમુખનો સ્થાનિક વિસ્તાર પણ પાણીમાં થયો ગરકાવ 
  • મોટી દમણના લુહાર ફળીયા માર્કેટ વિસ્તારમાં ઠેર ઠેર ભરાયા પાણી
  • 5 વર્ષના વિકાસમાં ગટરો ભુલાઈ હોય તેવા દ્રશ્યો આવ્યા સામે
  • લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો આવ્યો વારો

મોટી દમણના લુહાર ફળીયા માર્કેટ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને  હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, 5 વર્ષના વિકાસમાં ગટરોનો વિકાસ  ભુલાયો  હોય તેમ  આજના દ્રશ્યોથી ચરિતાર્થ થઇ રહ્યું છે .દમણમાં  કાયા પલટ કરતા રોડો પહોળા કરવામાં આવ્યા પણ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ કાર્ય કરવામાં ના આવ્યા હોય તેવુ પ્રતીત થઈ રહ્યું છે.  અવિરત વરસાદ વરસતા છેલ્લા 2 દિવસથી આજ સ્થિતિ  જોવા મળી રહી  છે.  શું  દમણ પ્રશાસન આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે …? કે પછી અહીંના સ્થાનિકો દર વર્ષે આવી હાલાકી ભોગવશે… ? અહીંના રહીશોને આ સવાલ સતાવી રહ્યો છે. દમણના રહીશોની આવી નાની મોટી સમસ્યા દૂર કરવામા આવે ત્યારે દમણનો સાચા અર્થમાં વિકાસ થયો લેખાશે બાકીતો વિકાસગાથા પેપરના પાને ચિતરાયેલી જ ગણાશે.

પ્રકાશ કેસુર લાઈવ ગુજરાત ન્યુઝ દમણ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: