23 C
Ahmedabad
Monday, January 17, 2022
spot_imgspot_img

Latest Posts

બનાસકાંઠા ભાભર ના કુવાળા ગામે ગેરકાયદેસર દબાણ દૂર કરવા જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરાઈ

  • બનાસકાંઠામાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણોનો સિલસિલો યથાવત્
  • કુવાળા ગામે જાગૃત નાગરિક દ્વારા દબાણ દૂર કરવા કરાઈ લેખિત રજુઆત
  • રજુઆતોનો ઉકેલ ન મળતા ગાંધીનગરની કચેરીએ રજુઆત અંગે અપાઈ ચીમકી

રાજ્યમાં ગૌચર જમીનો પર ગેરકાયદેસર દબાણોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાભર તાલુકાના કુવાળા ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણો થતા ગામના જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવા ઉચ્ચ કક્ષાએ લેખિત માં રજુઆત કરી છે. જેમાં દબાણો દૂર નહીં થાય તો આગામી સમય ગાંધીનગર સુધી રજુઆત કરવા ચીમકી પણ ઉચ્ચારી છે.

મળતી માહિતી મુજબ ભાભર તાલુકાના કુવાળા ગામે ઘણા સમયથી ગૌચરની જમીન તથા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે નાના મોટા દબાણો થતા ગામના જાગૃત નાગરિક ભાવેશભાઈ ઠાકોર દ્વારા દબાણો દૂર કરવા માટે ભાભર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કક્ષાએ લેખિત માં રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી દબાણો દૂર કરવામાં ન આવતા દબાણ દૂર કરવા માટે તેમજ દબાણ કરનારને નોટિસ ફાળવવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરી છે. જેમાં તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા રજુઆત કરાઈ છે. આ બાબતે જાગૃત નાગરિકે જણાવેલ કે કુવાળા ગામે ગેરકાયદેસર રીતે નાના મોટા દબાણો થયા છે. જેને લઈને આ ગામમાં વિકાસ થયો નથી. દબાણો દૂર કરવા માટે અમોએ અનેક વખત લેખિતમાં રજુઆત પણ કરી હતી. પરંતુ હજુ સુધી દબાણો દૂર કરવામાં આવ્યા નથી. જેથી અમોએ ફરી જિલ્લા કક્ષાએ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે. અમારી માગણી છે. કે યોગ્ય ધોરણે તાત્કાલિક દબાણો દૂર કરવામાં આવે. જો આગામી સમયમાં આ  દબાણ દૂર કરવામાં નહીં આવે તો અમો ગાંધીનગરની કચેરીએ રજુઆત કરીશું…

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: