24.8 C
Ahmedabad
Monday, November 29, 2021
spot_imgspot_img

Latest Posts

ભારતની મહિલા શૂટર અવની લેખરાએ રચ્યો ઇતિહાસ

  • ટોક્યો પેરાલિમ્પિકમાંથી ભારત માટે આવ્યા હર્ષના સમાચાર
  • ભારતની મહિલા શૂટર અવની લેખરાએ રચ્યો ઇતિહાસ
  • મહિલા 50 મીટર રાઇફલ P3 SH1 સ્પર્ધામાં હાંસલ કર્યો બ્રોન્ઝ મેડલ
  • એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી સૌ પ્રથમ ભારતીય મહિલા બની અવની
  • આ અગાઉ 10 મીટર સ્પર્ધામાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાંથી ભારત માટે હર્ષના સમાચાર આવ્યા છે. ભારતની મહિલા શૂટર અવની લેખરાએ મહિલા 50 મીટર રાઇફલ P3 SH1 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. આ સાથે અવની એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી સૌ પ્રથમ ભારતીય મહિલા બની છે. મહત્વનું છે કે અવનીએ 10 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

પોતાની પ્રથમ પેરાલિમ્પિક રમી રહેલી 19 વર્ષની અવનીએ હવે ઈતિહાસ રચી દીધો છે. ભારતની મહિલા શૂટર અવની લેખરાએ આ અગાઉ 10 મીટરની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ત્યારપછી હવે અવનીએ 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં 445.9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ પણ કબજે કર્યો છે. અવનીએ 19 વર્ષની ઉંમરે જ ઈતિહાસ રચી દીધો છે. પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. આ પહેલા પ્રવીણ કુમારે પણ હાઈ જમ્પમાં એશિયન રેકોર્ડ બનાવવાની સાથે સિલ્વર મેડલ પણ જીત્યો છે. ભારતનું ટોક્યો પેરાલિમ્પિકમાં ઘણું શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારતને અત્યાર સુધી કુલ 12 મેડલ મળ્યા છે. જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર તથા 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે જ ભારતે પેરાલિમ્પિકના ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: