23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની દીકરીએ દેશનું નામ કર્યું રોશન

  • વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની દીકરીએ દેશનું નામ કર્યું રોશન
  • મહિલાઓની લોંગ જમ્પ ઈવેન્ટમાં શૈલી સિંઘે સિલ્વર મેડલ કર્યો પ્રાપ્ત
  • માત્ર ૧ સેન્ટિમીટરના અંતરથી ચૂકી ગોલ્ડ મેડલ

ભારતની શૈલી સિંઘે વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની લોંગ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. તેણે શાનદાર દેખાવ કરતાં ૬.૫૯ મીટરના અંતર સાથે ૧૨ ખેલાડીઓની ફાઈનલમાં બીજું સ્થાન હાંસલ કરતાં આ સિદ્ધિ પણ હાંસલ કરી હતી. તે ફક્ત ૧ સેન્ટિમીટરના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી હતી.

સ્વિડનની માજા એસ્કાગને ૬.૬૦ મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો હતો. જ્યારે યુક્રેનની મારિયા હોરિલોવાને ૬.૫૦ મીટરના અંતર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.શૈલી સિંઘે અગાઉ પણ શાનદાર દેખાવ કરતાં ક્વોલિફાઈંગમાં ૬.૪૦ મીટરના જમ્પ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ. ભારતની લેજન્ડરી એથ્લીટ અંજુ જ્યોર્જના પતિ બોબી જ્યોર્જ શૈલીના કોચ છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી તેને તાલીમ આપી રહ્યા છે. નોંધપાત્ર છે કે, શૈલીની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે, જેમાં તેણે સિલ્વર સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતને અગાઉ પુરુષોની ૧૦ કિલોમીટરની વોક રેસમાં અમિત ખત્રીએ સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે ભારતની મિક્સ રિલે ટીમે ૪ બાય ૪૦૦ મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. ભારતીય મહિલા રિલે ટીમ ૪ બાય ૪૦૦ મીટરની રેસમાં ૩.૨૭ સેકન્ડથી મેડલ ચૂકી ગઈ હતી અને ચોથા ક્રમે રહી હતી. ભારતીય રિલે ટીમ તરફથી પાયલ વોહરા, સુમ્મી, રાજીથા કુન્જા અને પ્રિયા મોહને પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બીજી તરફ ભારતીય એથ્લીટ અંકિતાએ મહિલાઓની પાંચ હજાર મીટરની દોડમાં ભાગ લીધો હતો. જેમાં તે ૧૭ મિનિટ અને ૧૭.૬૮ સેકન્ડના સમય સાથે ૧૦ ખેલાડીઓમાં ૮માં ક્રમે રહી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: