19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

H-1B વિઝાનું ભારતીયો 9 માર્ચથી કરાવી શકશે રજિસ્ટ્રેશન

  • H-1B વિઝાનું ભારતીયો 9 માર્ચથી કરાવી શકશે રજિસ્ટ્રેશન
  • માર્ચ 31 સુધીમાં લોટરીથી આવશે રિઝલ્ટ
  • ટ્રમ્પે લોટરી પદ્ધતિથી વિઝા જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો

ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરીનો માર્ગ ખોલનારા H-1B વિઝાનું રજિસ્ટ્રેશન 9 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. તેમજ લોટરીના ડ્રો દ્વારા સફળ અરજદારોની પસંદગી કરીને તેમને 31 માર્ચ સુધીમાં જાણકારી આપવામાં આવશે. આ માહિતી અમેરિકન શાસને આપી હતી.

અમેરિકન સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (USCIC)એ આ નોટિફિકેશન જારી કર્યુ છે. અમેરિકન શાસને એક દિવસ અગાઉ જ વિદેશી પ્રોફેશનલ્સને કામ માટે વિઝા જારી કરવાની પરંપરાગત લોટરી વ્યવસ્થાને યથાવત્ રાખવાનું એલાન કર્યુ હતું. આ ઉપરાંત USCIC એ એલાન કર્યુ હતું કે નાણાકીય વર્ષ 2022ના H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન 9 માર્ચે બપોરથી શરૂ થશે. તેમજ 25 માર્ચ બપોર સુધી આ કાર્યક્રમ ચાલશે. અને H-1B  વિઝા અમેરિકન કંપનીઓને વિશેષજ્ઞતા ધરાવતા પ્રોફેશનલ્સને જોબ પર રાખવાની અનુમતિ આપે છે. આઈટી કંપનીઓ આ વિઝા પર વધુ નિર્ભર રહે છે. તેમજ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારોની સંખ્યામાં કર્મચારીઓને આના દ્વારા અમેરિકામાં નોકરી મળે છે. ફેડરલ એજન્સીએ કહ્યું હતું કે જો તેને 25 માર્ચ સુધીમાં પૂરતી સંખ્યામાં રજિસ્ટ્રેશન પ્રાપ્ત થઈ જશે તો કોઈ ક્રમ વિના રજિસ્ટ્રેશનની પસંદગી પામેલા લોકોની જાણકારી 31 માર્ચ સુધીમાં આપશે. અમેરિકા દર વર્ષે જેટલા H-1B વિઝા જારી કરે છે, તેમાંથી 70 ટકા સુધી આઈટી પ્રોફેશનલ્સને મળે છે. અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજીક્ષેત્રે કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને એચ-1બી વિઝા આપવા માટેની કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી સિસ્ટમ સમાપ્ત કરીને એની જગ્યાએ વેતન આધારિત પસંદગી પ્રક્રિયા અપનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે અમેરિકન કોર્ટે ટ્રમ્પના આ નિર્ણયને રદ કર્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: