23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

T20 ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર

  • T20 ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર
  • વિરાટ કોહલી કરશે T20 વિશ્વકપમાં ભારતીય ટીમની આગેવાની
  • પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની રહેશે ભારતીય ટીમના માર્ગદર્શક

ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી આઈસીસી T 20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈએ યુએઈમાં યોજાનારી ટુર્નામેન્ટ માટે 15 ખેલાડીઓ ઉપરાંત ત્રણ સ્ટેન્ડ બાય ખેલાડીઓની પણ જાહેરાત કરી છે. વિરાટ કોહલી આ ટીમના કેપ્ટન રહેશે. આ ઉપરાંત પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આ ટુર્નામેન્ટ માટે મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે.

આઈસીસી T 20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે બીસીસીઆઈ દ્રારા 15 ખેલાડીઓના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. વિરાટ કોહલી આ ટીમનો કેપ્ટન હશે. જયારે રોહિત શર્મા વાઈસ કેપ્ટન તરીકે જોવા મળશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ધોની આ ટીમના માર્ગદર્શક તરીકે યુએઈ જશે. રવિચંદ્રન અશ્વિન ચાર વર્ષ પછી ટીમમાં પાછો ફર્યો છે. તેણે છેલ્લે 2017 માં T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. કુલદીપ યાદવ તથા યુઝવેન્દ્ર ચહલની સ્પિન જોડીને ટીમમાં સામેલ કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં  ટી 20 વર્લ્ડ કપનું આયોજન ભારતને બદલે યુએઈ તથા ઓમાનમાં જ કરવામાં આવી રહ્યું છે.

ભારતીય ટીમ 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે અભિયાનનો પ્રારંભ કરશે. આ પંદર રમતવીરોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહલ , રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમીના નામ સામેલ છે.જયારે શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર અને દીપક ચહલ આ ખેલાડીઓની સ્ટેન્ડ બાયમાં છે.આ પૂર્વે 2011માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ પણ જીત્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: