15 C
Ahmedabad
Tuesday, January 18, 2022
spot_imgspot_img

Latest Posts

ભારતીય સ્ટાર પીવી સિંધુ એ ટોક્યો ઓલિમ્પિકમાં કર્યું શાનદાર પ્રદર્શન

  • ભારતીય સ્ટાર પીવી સિંધુ એ ટોક્યો ઓલિમ્પિકમાં કર્યું શાનદાર પ્રદર્શન
  • સિંધુએ રમતોના મહાકુંભમાં પોતાની બીજી મેચમાં લહેરાવ્યો વિજય પતાખા
  • સિંધુને આ મેચને જીતવા માટે લાગ્યો 35 મિનીટનો સમય
  • આ જીતની સાથે જ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ પીવી સિંધુ

ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા ભારતીય સ્ટાર પીવી સિંધુ એ ટોક્યો ઓલિમ્પિક-2020 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. સિંધુએ રમતોના મહાકુંભમાં પોતાની બીજી મેચમાં વિજય પતાખા લહેરાવ્યો છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે બુધવારના દિવસે રમાયેલી મેચમાં સિંધુએ 21-9, 21-16 પોતાને નામ કરી છે. સિંધુને આ મેચને જીતવા માટે 35 મિનીટનો સમય લાગ્યો હતો.

આ જીતની સાથે જ સિંધુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે.સિંધુ પાસેથી આપણા દેશને ટોક્યો ઓલિમ્પિક માં મેડલની આશા છે. બેડમિન્ટનમાં તે એક માત્ર જ એવા ખેલાડી છે જેમણે ઓલિમ્પિકમાં ભારતની મજબુત દાવેદારી જોવા મળી રહી છે. સિંધુએ અત્યાર સુધી રમાયેલી બે મેચમાં આસાનીથી જીત મેળવી  છે. તેમના પહેલા મેચમાં સિધુએ ઈઝરાયલની પોલિકારપોવા કસેનિયાને 21-7, 21-10થી હાર પણ આપી હતી. બીજી મેચમાં પણ સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા જીત પણ મેળવી છે.સિંધુ માટે આ જીત ઘણી સરળ રહી હતી. પ્રથમ રમતમાં ચેયુંગ સિંધુની સામે ટકી શકી ન હતી. લગભગ 15 મિનીટમાં જ તેમણે પ્રથમ મેચ પોતાને નામ કર્યો હતો. આ સાથે બીજા ગેમમાં જ ચેયુંગ સાથે ટક્કર જોવા મળી હતી પરંતુ આ ટ્ક્કર વધુ સમય માટે ટકી ન હતી. સિંધુનો સ્કોર પણ 8-9 રહ્યો હતો. ત્યારપછી  બ્રેક ટાઈમમાં સ્કોર 11-10 પહોચ્યો હતો. બ્રેક પછી સિંધુ કૉર્ટ પર પાછા ફરતાની સાથે જ 17-14ની લીડ લીધી હતી અને મેચમાં પણ જીત મેળવી હતી.આ જીતની સાથે સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પણ પ્રવેશ કર્યો છે. વર્લ્ડની નંબર-7 ખેલાડી સિંધુ પ્રી ક્વાર્ટર ફાઈનલ માં ડેનમાર્કની મિયા બ્લીચફેલ્ડટ વિરુદ્ધ કોર્ટ પર ઉતરશે. તેમણે ગ્રુપ-1માં ટૉપ કર્યું છે. ઉલ્લેખનીય છે કે મિયા માત્ર એક વખત વર્લ્ડ ચેમ્પિયન સિંધુ સામે જીતી શકી છે અને આ જીત તેમણે આ વર્ષ થાઈલેન્ડ ઓપનમાં મળી હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: