24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ભારતીય મૂળના પરાગ અગ્રવાલ બન્યા ટ્વીટરના CEO

  • ભારતીય મૂળના પરાગ અગ્રવાલ બન્યા ટ્વીટરના સીઈઓ
  • વિશ્વની ટોપ 500 કંપનીમાં સૌથી યુવા સીઈઓ બન્યા પરાગ અગ્રવાલ
  • પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ આપી છે સેવા
  • સીઈઓ તરીકે નિયુક્ત થયા બાદ પરાગ અગ્રવાલે જેક ડોર્સીનો માન્યો અભાર

ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના સીઈઓ પદેથી રાજીનામું  આપ્યા બાદ પરાગ અગ્રવાલ કંપનીના નવા સીઈઓ બન્યા છે. 37 વર્ષીય પરાગે ખુદ એને સન્માન ગણાવ્યું હતું. તેઓ હજુ પણ કંપનીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસરના હોદ્દા પર હતા. તેઓ 10 વર્ષ પહેલાં કંપનીમાં જોડાયા હતા.પરાગ હવે વિશ્વની ટોપ 500 કંપનીના સૌથી યુવા સીઈઓ બની ગયા છે. ટ્વિટરે તેમની જન્મ તારીખ જાહેર કરી નથી, પરંતુ તેમણે જણાવ્યું છે કે તેમનો જન્મ 1984માં થયો છે.

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના સીઈઓ પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની જગ્યાએ હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ સીઈઓની જવાબદારી સંભાળશે. પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડોર્સીએ પરાગ અગ્રવાલની સીઈઓ તરીકેની નિમણૂક બદલ પ્રશંસા કરી હતી. ડોર્સીએ પરાગની પ્રશંસા કરાતાં કહ્યું હતું કે, ટ્વિટરના નવા સીઈઓ તરીકે તેમને પરાગ પર ભારે વિશ્વાસ છે. અને છેલ્લાં 10 વર્ષમાં તેમનું કામ શાનદાર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેઓ પરાગનાં વ્યક્તિત્વ અને કાર્યક્ષમતાથી ખૂબ જ પ્રભાવી છે. હવે તેમના માટે નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. પરાગ અગ્રવાલ 2011માં ટ્વિટર સાથે જોડાયા હતા. અને ત્યારથી તેઓ માત્ર ટ્વિટરમાં જ કામ કરી રહ્યા છે. વર્ષ 2017માં તેમને કંપનીના સીટીઓ બનાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ કંપનીમાં જોડાયા ત્યારે કર્મચારીઓની સંખ્યા 1000 કરતાં ઓછી હતી. ટ્વિટર જોઇન કરતાં પહેલાં પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી હતી. ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્ત થયા બાદ પરાગ અગ્રવાલે ટ્વિટર પર જેક ડોર્સીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, નિમણૂક કરીને તેઓ ખૂબ જ સન્માનિત થયાનું અનુભવી રહ્યા છે અને ખુશ છે. તેમણે સતત માર્ગદર્શન અને મિત્રતા માટે ડોર્સીનો આભાર માન્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: