24 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ભારતીય એરફોર્સનું મિગ-21 વિમાન બાડમેરમાં થયું ક્રેશ

  • ભારતીય એરફોર્સનું મિગ-21 વિમાન બાડમેરમાં થયું ક્રેશ
  • દુર્ઘટનાગ્રસ્ત થયેલા મિગ-21 બાઈસન ફાઈટર પ્લેનના પાયલટ સુરક્ષિત
  • વિમાન દુર્ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાનો કોઈ જાણકારી નહિ
  • મિગ-21 બાઇસન વિમાનમાં ટેક ઓફ બાદ થઇ હતી ટેકનિકલ ખામી

ભારતીય એરફોર્સના મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. માહિતી મજુબ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મિગ-21 બાઈસન ફાઈટર પ્લેનના પાયલટ સુરક્ષિત છે. સૈન્ય પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું  હતું કે દુર્ઘટના બાદ પાયલટે પોતાને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઇજેક્ટ કર્યા હતા.

ભારતીય એરફોર્સના મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. વિમાન ક્રેશ થતા કોઈ પણ જાનહાની થઇ નથી.પ્રવક્તાએ કહ્યું કે, આ વિમાન ટ્રેનિંગ પર હતું. બાડમેરના પોલીસ અધિકારી આનંદ શર્માએ કહ્યું કે વિમાન ભૂરટિયા ગામ પાસે પડ્યું હતું.તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટના થયાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. એરફોર્સે કહ્યું કે, આજે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે પશ્વિમી સેક્ટરમાં ટ્રેનિંગ માટે ઉડાણ ભરનારા મિગ-21 બાઇસન વિમાનમાં ટેક ઓફ બાદ ટેકનિકલ ખામી આવી હતી. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. આ પાછળનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે.જાણકારી મુજબ મિગ-21 બાયસન પોતાની રૂટીન ઉડાન પર હતું. બાડમેરમાં તે તૂટી પડતાં પાયલટ સુરક્ષિત છે. એરફોર્સે ઈન્કવાયર માટે એક ટીમ બનાવી છે, તો સ્થાનિક પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે.દુર્ઘટનાને પગલે કેટલીક ઝુંપડીઓમાં આગ લાગી ગઈ હતી. પાયલટ વિમાન ક્રેશ થયું તે પહેલાં જ બહાર નીકળી ગયો હતો. દુર્ઘટના બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ ગ્રામ પંચાયત ભૂરટિયાના માતાસર ગામ પાસે થઈ. મિગ ક્રેશ થયા બાદ ગ્રામીણો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: