23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ગણતંત્ર દિવસ પર ભારત કરશે શક્તિ પ્રદર્શન

વર્ષ 2021 ના ગણતંત્ર દિવસ પર રાજધાની દિલ્હીમાં આયોજીત થનાર પરેડમાં આ વખતે ભારત શક્તિ પ્રદર્શન કરશે . આ વર્ષે પરેડમાં લડાકૂ વિમાન રાફેલ પણ સામેલ થશે. વધુ માહિતી મુજબ ફ્લાઈપાસ્ટનું સમાપન રાફેલ વિમાનની ઉડાન સાથે થશે. પરેડમાં ફ્લાઈપાસ્ટનું સમાપન વર્ટિકલ ચાર્લી ફોર્મેશનમાં ઉડાનથી થશે. આ અંગે વાયુસેનાના વિંગ કમાન્ડર ઇંદ્રનીલ નંદીએ જણાવ્યુ હતુ કે, ‘વર્ટિકલ ચાર્લી’ ફોર્મેશન હેઠળ વિમાન નિચલા અક્ષાંશોથી ઉપર તરફ ઉડાન ભરે છે અને કલાબાજી કરતા ઉપરી અક્ષાંશો પર જાય છે. તેવી જ રીતે આ ફ્લાઈપાસ્ટમાં એક રાફેલ ઉડાન ભરશે. વધુમાં આ વર્ષે ગણતંત્ર દિવસ પરેડમાં વાયુસેનાના કુલ 38 વિમાન સામેલ થશે અને ચાર વિભાન ભારતીય થલ સેનાના હશે. મહત્વનું એ છે કે પાછલા વર્ષે ફ્રાન્સથી આઠ રાફેલ જેટ વિમાન ભારત આવ્યા છે. ભારતે ફ્રાન્સ પાસેથી આવા 36 રાફેલ ખરીદવાનો સોદો આશરે 59000 કરોડમાં કર્યો છે. આગામી બે વર્ષની અંદર 36 રાફેલ વાયુસેનામાં સામેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે આ વિમાનો સામેલ થયા બાદ વાયુસેનાની શક્તિમાં મોટો વધારો થશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: