24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ભારત અને ઇંગ્લેન્ડની ટીમ પહોંચી અમદાવાદ

  • ભારત અને ઇંગ્લેન્ડની ટીમ પહોંચી અમદાવાદ
  • મોટેરા સ્ટેડિયમ શરૂ થનારી મેચને લઈ આવી બંને ટીમો
  • આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રથમ ટેસ્ટ મેચ
  • એક મહિના સુધી અમદાવાદમાં રોકાણ કરશે બંને ટીમ
  • આશ્રમ રોડ ખાતે આવેલી હોટલ હયાત ખાતે બંને ટીમનું રોકાણ

પ્રવાસી ઇંગ્લેન્ડ સામે અમદાવાદ ખાતે રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ બુધવારે ટીમ ઇન્ડીયાના ખેલાડીઓની જાહેરાત કરી દેવાઈ છે. ત્યારે ગઈકાલે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ ખાતે પહોંચી છે. તેમજ એક મહિના સુધી બંને ટીમ અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી હયાત હોટલ ખાતે રોકાણ પણ કરશે.  ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ અમદાવાદના મોટેરા ખાતે ૨૪ ફેબ્રુઆરીએ ત્રીજી અને ૪ માર્ચથી ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારે બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે બીસીસીઆઈએ બુધવારે પ્રવાસી ઇંગ્લેન્ડ સામે રમનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં  શાર્દુલ ઠાકુર,અભિમન્યુ ઇશ્વરન, શાહબાજ નદીમ અને પ્રિયાંક પંચાલને વિજય હજારે ટ્રોફી માટે રિલીજ કરવામાં આવ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: