12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

વાવ પંથકમાં વધ્યા બીડી અને ગુટકાના ભાવ

  • વાવ પંથકમાં વધ્યા બીડી અને ગુટકાના ભાવ
  • લોકડાઉન થવાના ડરથી લોકો કરી રહ્યા છે સંગ્રહ 
  • વધારે ભાવ લેતી દુકાનોમાં તપાસ થાય એવી લોક માંગ ઉઠવા પામી
  • વેપારીઓ બેફામ ભાવ વધારો લઇ લુટી રહ્યા છે લોકોને

વાવ પંથકમાં કોરોના મહામારી વચ્ચે બીડી અને ગુટકામાં ભાવ વધારો થયો હોવાની રાવ ઉઠવા પામી હતી. લોકડાઉનની ખોટી અફવાઓ ફેલાવી વેપારીઓ ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા દુકાનોમાં તપાસ થાય એવી લોક માંગ ઉઠવા પામી છે.

જોકે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાને લઈને લોકો ભયભીત બની ગયા છે. ગઈ સાલ પણ કોરોનાને લઈને લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉન સમયે કેટલીક ચીજવસ્તુઓ માટે લોકોએ મુશ્કેલીઓ વેઠી પડી હતી. જ્યારે બીડી અને ગુટખા માટે તો બંધાણીઓએ મોંઘા ભાવ આપીને પણ બીડીઓ ખરીદીને પીધી હતી. જ્યારે હવે ફરી વાવ પંથક માં વેપારીઓ દ્વારા બીડી અને ગુટખાનો સ્ટોક કરીને લોકડાઉન થવાનું છે એવો લોકોમાં ભય ઉભો કર્યો હતો. બીડી અને ગુટખાના ભાવમાં વધારો કરી લોક લુંટ ચલાવી રહ્યા હોવાનું લોકમાં ચર્ચાઈ રહ્યું છે. જોકે એક તરફ લગ્ન પ્રસંગો થઈ રહ્યા છે સરકાર દ્વારા સૂચનો કરાઈ રહ્યા છે કે પચાસ માણસોથી વધુ  ભેગા ના કરવા જ્યારે લગ્નની સિઝન ચાલતી હોય અને લોકોને ચીજ વસ્તુઓની જરૂર પડતી હોય છે.પરંતુ વાવ પંથકમાં વેપારીઓ દ્વારા બમણાને તમણા ભાવ લેવાઈ રહ્યા છે. જ્યારે આ બાબતે જવાબદાર તંત્ર તપાસ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.

રમેશ પરમાર સાથે રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ વાવ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: