- જુનિયર રેસલર સાગર ધનકરની હત્યાનો મામલો
- રેસલર સુશીલ કુમારની ન્યાયિક કસ્ટડીમાં વધારો
- સુશીલ કુમારની ન્યાયિક કસ્ટડી 25 જૂન સુધી લંબાવાઈ
- સુનાવણી દરમ્યાન સુશિલની પ્રોટીન ખોરાકની માંગ ફગાવાઈ
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે જુનિયર રેસલર સાગર ધનકરની હત્યાના મામલે જેલમાં રહેલા રેસલર સુશીલ કુમારની ન્યાયિક કસ્ટડી 25 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.સુશીલ કુમારની ન્યાયિક કસ્ટડી શુક્રવારે પૂરી થવાની હતી, ત્યાર પછી તેને રોહિણી કોર્ટમાં તિહાર જેલ પ્રશાસન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.સુનાવણી દરમિયાન જ કોર્ટે રેસલર સુશીલ કુમારની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરવાનો હુકમ આપ્યો છે.
પહેલવાન સુશીલ કુમારની કસ્ટડી 25 જુન સુધી લંબાવી દેવામાં આવી છે આ ઉપરાંત સુનાવણી દરમ્યાન કોર્ટે સુશીલ કુમારની ખાસ ખોરાક અને પૂરવણીઓને માંગતી અરજીને પણ ફગાવી દીધી હતી. કોર્ટે એવું કહ્યું હતું કે જેલમાં જરૂરી ખાણીપીણીની વસ્તુઓ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે રેસલર સુશીલ કુમારે પોતાના અંગત વકીલ મારફતે જેલમાં વિશેષ ડાયટ ફૂડ અને સપ્લિમેન્ટ્સની પણ માંગ કરી હતી. તેનો તિહાર જેલ વહીવટી તંત્ર દ્વારા જોરદાર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જેલ પ્રશાસને એવું કહ્યું કે સુશીલ કુમાર એક કેદી છે, તે કોઈ અતિથી નથી જેમને વધારે પ્રોટીન વાળો ખોરાક આપવો જોઈએ. જેલ પ્રશાસને એમ પણ કહ્યું કે જેલમાં અન્ય કેદીઓ પણ છે જે સારા ખોરાકની માંગણી કરે છે, જો આપણે સુશીલને સારો એવો પ્રોટીન ખોરાક આપીએ તો બીજા કેદીઓ પણ તેની માંગ કરશે. આ દરમિયાન સુશીલ કુમારના વકીલે કોર્ટને એવું કહ્યું હતું કે સુશીલ કુમારને બે વાર ઘરેલું રાંધેલો ખોરાક લેવાની છૂટ પણ હોવી જોઈએ, પરંતુ તિહાર જેલ વહીવટીતંત્ર દ્વારા તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જેલ પ્રશાસને એવું જણાવ્યું હતું કે અમે ડોકટરો સાથે વાત કર્યા બાદ જ આ વિશે કંઇક જણાવીશું.