23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

બીજા તબક્કામાં પીએમ સહીત મુખ્યમંત્રી લેશે કોરોના વેક્સિન

  • બીજા તબક્કામાં પીએમ સહીત સીએમ લઇ શકે છે કોરોના વેક્સિન: સુત્ર
  • હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે કોરોના રસીકરણ અભિયાન
  • બીજા તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન        

સમગ્ર દેશમાં કોરોના રસીકરણ મહાકાર્યક્રમ ચાલી રહ્યો છે. દેશના તમામ રાજ્યો, કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. હાલ કોરોના વેક્સિનેશનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરીયર્સ જેવા કે ડોક્ટર, પેરા મેડીકલ સ્ટાફને રસીકરણ આપવામાં આવી રહી છે.. બીજા તબક્કામાં ૫૦ વર્ષની ઉંમરના લોકોને કોરોના વેક્સિન અપાશે. કોરોના વેક્સિનેશનને લઇ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. કોરોના વેક્સિન અંગે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી સહીત રાજ્યોના મુખ્યમંત્રી બીજા તબક્કામાં કોરોના વેક્સિન લઇ શકે છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, કોઈએ ગભરાવાની જરૂર નથી. બીજા ચરણમાં જેની પણ ઉંમર 50 વર્ષથી વધારે છે તેમને બધાને કોરોનાની રસી આપવામાં આવશે. રસીકરણ અંગે મોદી સરકારના આ સૌથી મોટા નિર્ણયથી રસી મુદ્દે સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: