12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

પ્રાંતિજ શહેરમાં સિંધી સમાજના લોકોએ કરી “ચેટીચાંદ” પર્વની ઉજવણી

  • પ્રાંતિજ શહેરમાં સિંધી સમાજના લોકોએ કરી “ચેટીચાંદ” પર્વની ઉજવણી 
  • ” ચેટીચાંદ ” પર્વની સાદાઇ પૂર્વક કરવામાં આવી હતી ઉજવણી  
  • સિંધી સમાજના લોકો દ્રારા કરાયું માસ્કનું વિતરણ
  • કોરોનાને કારણે ભગવાન ઝુલેલાલના પ્રાગટ્ય દિનની કરાઈ સાદગી પૂર્વક ઉજવણી

ગત રોજ ભગવાન ઝૂલેલાલના પ્રગટ્ય દિવસ એટલે ચેટીચંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં વસતા સિંધી સમાજના ભાઇ બહેનોએ તેમના પવિત્ર પર્વ ” ચેટીચાંદ “ની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાને કારણે સાદગી પૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને કારણે સિંધી સમાજના લોકોએ પરબ ખાતે માસ્કનુ પણ વિતરણ કર્યું હતુ  .

પ્રાંતિજ નગરના ઉત્સવ પ્રેમી સિંધી સમાજ દ્રારા ચેટીચાંદ દિવસની ઉજવણી કરવામાં  આવી હતી. સિંધી સમાજના ઈષ્ટ દેવ ભગવાન ઝુલેલાલના પ્રાગટય દિનની ઉજવણી નૂતન વર્ષ તરીકે કરવામાં આવે છે અને દરવર્ષે આ દિવસની ઉજવણી ખૂબજ ધામધૂમ થી કરવામા આવતી હોય છે. પણ આ વર્ષે કોરોનાને લઈને સિંધી સમાજ દ્રારા ચેટીચાંદની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવી હતી. અને વરઘોડો તેમજ ભોજન સમારંભ મોકૂફ રાખવામાં આવ્યા હતા. સિંધી સમાજના યુવાનો, વડીલો દ્રારા પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ સિંધી સમાજની પાણીની પરબ પાસે ઉપસ્થિત રહીને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સમાજના પ્રમુખ ધરમદાસ ટેકવાણી, જમનાદાસ ભાઇ નરસિંધાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સંજય રાવલ લાઈવ ગુજરાત ન્યુઝ પ્રાંતિજ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: