21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી કૌભાંડ મામલે કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીની પ્રેસ કોન્ફરન્સ

  • પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કૌભાંડનો મામલો
  • એમબીબીએસ રીએસેસમેન્ટ તથા એમએસસી ઉત્તરવહી કૌભાંડનો મામલો
  • કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સમગ્ર મામલે યોગ્ય તપાસની કરી માંગ

પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ખોટી સહી કરી યુનિવર્સિટીમાં નાણાંની ઉચાપત કર્યાના પુરાવા સામે આવ્યા છે. કુલપતિ ડોક્ટર જે. જે. વોરાએ આચરેલા કૌભાંડનો તપાસ કમિટિના રિપોર્ટમાં સામે આવ્યું છે. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, કર્મચારીઓનું ભથ્થું અને રી ટેસ્ટના નામે નાણાંની ઉચાપત કરી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે ડોક્ટર પી. જે. પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચાઈ હતી. જેમાં કુલપતિ ડોક્ટર જે. જે. વોરોની સંડોવણી સામે આવી હતી. જે. જે. વોરા કેમીસ્ટ્રી વિભાગના હેડ હતા ત્યારે નાણાકીય ઉચાપત અને રેકર્ડ સાથે છેડછાડ કરી હતી. સાથે ખોટી સહીઓ કરી યુનિવર્સિટીના નાણાંની ઉચાપત પણ કરી હોવાના પુરવા સામે આવ્યા છે. ત્યારે MBBS અને ઉત્તરવહી કૌભાંડ બાદ ખુદ કુલપતિ ડોક્ટર જે.જે.વોરાનું કૌભાંડ ખુલતા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ ઘટના શિક્ષણ જગતને લાંછન લગાડે તેવી છે, તપાસ સમિતિએ અહેવાલ આપતા સરકાર પોતાની ભૂલ સુધારવા તપાસના નામે અધિકારીની નિમણુક કરે છે અને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે સમગ્ર મામલે રજૂઆત કરી ત્યાર બાદ અધિકારીની નિમણુક કરાઈ હતી. પરંતુ ગુણ સુધારણા કૌભાંડ દીવા જેવું સ્પષ્ટ છે , બરોબર ઉત્તરવાહી લખવામાં આવી છે, ઉત્તરવહિનીમાં સહી નથી, અને બીજું એક કૌભાંડ જેમાં ઉત્તરવહીની બદલવાનો કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે આવા કૌભાંડોમાં સરકાર નિષ્પક્ષ તપાસ કરે તેમ જણાવ્યું હતું .

  • મયુરી દરજી લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: